હાલ સમગ્ર રાજ્ય સહિત દેશભર માં કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે પોલીસ દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યા એવામાં લોકો પોલિસ સાથે રકઝક કરતા જોવા મળે છે એવો જ એક બનાવ સુરત માં પણ બન્યો હતો.
શહેરના ગુરુવારે વરાછાના ધારાસભ્ય અને રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે બોલાચાલીથી વિવાદમાં આવેલી સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ રવિવારે સાંજે પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી. હેડક્વાર્ટર જઈ આવ્યા બાદ સુનિતાએ ટ્વિટર પર એક ટ્વીટ કર્યું છે. જેમાં હું કઈ વાતની માફી અને શેના માટે માંગું ? ક્યારેય નહીં. તેમ લખ્યું છે. વધુ માં તેમણે જણાવ્યું હતું કે હું સરકાર ની નોકરી કરું છું
मैं सरकार की नौकरी करती हूं किसी के बाप की नहीं, वह और ही लोग होंगे जो नेता और मंत्रियों की गुलामी करते हैं।
हमने अपने स्वाभिमान से समझौता नही करके नौकरी की है और भारत माता की शपथ ली है इस वर्दी की खातिर।मैं माफी मांगूगी अरे किस बात की माफी? कभी नहीं। #i_support_sunita_yadav
— Sunita Yadav (@CoPSunitayadav) July 12, 2020
લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવે બીજી એક ટ્વિટ કરતા જણાવ્યું હતું કે “હું સરકારની નોકરી કરું છું કોઈના બાપની નહીં એ બીજા જ લોકો હશે જે નેતાઓ અને મંત્રીઓની ગુલામી કરતા હશે. અમે સ્વાભિમાન સાથે સમાધાન કરી નોકરી નથી કરી વર્દી માટે ભારત માતાના શપથ લીધા છે. હું માફી માંગીશ કઈ બાબતે ? કયારેય નહીં”.