NATIONAL

આવતીકાલે જાહેર થશે ધોરણ-10નું પરિણામ, જાણો કેટલા વાગે બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકાશે રિઝલ્ટ…

આજે ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે એક મોટા ખુશખબર મળી રહ્યા છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપી હતી, તેના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આવતીકાલે (08-06-2020) ધોરણ-10નું પરિણામ જાહેર થશે.

www.gseb.org

શિક્ષણ વિભાગ દ્વારા પણ વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ના મળે તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે શિક્ષણ વિભાગની વેબસાઈટ પરથી ધોરણ-10ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરિણામ જોઈ શકશે.

ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ વહેલી સવારે 8 વાગ્યાથી શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકાશે. હા.. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામની તારીખ જાહેર કરાઈ છે, પરિણામ પછી માર્કશીટના વિતરણની તારીખ પછી જાહેર કરાશે.

અત્રે નોંધનીય છે કે, આ વર્ષે ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસથી દેશભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

ધોરણ -10 અને સંસ્કૃત પ્રથમા માર્ચ-2020 ના ઉમેદવારોના ગુણપત્રક વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી વગેરે સુચનાઓ પત્ર અલગથી પ્રસિદ્ધ કરી સંબંધિત ને જાણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *