અમેરિકાની ટોચની ડેમોક્રેટ અને હાઉસ ઓફ રિપ્રેંજેંટેટિવની સ્પીકર નેંસી પેલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર સણસણતા આરોપ લગાવ્યા છે. ટ્રમ્પના બિન-જવાબદાર નિર્ણયો અને કામને લઈને નેન્સીએ તેમની સરખામણી એક બિનજવાબદાર બાળક સાથે કરી છે.
નેન્સીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક એવા બાળકની માફક વર્તન કરી રહ્યાં છે જે પોતાના બુટ ગંદા થાય છે પણ તેને સાફ નથી કરવા દેતુ.
કોરોના વાયરસ સંક્રમણ પર બ્રીફિંગ દરમિયાન નેંન્સીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ બિલ્કુલ એ બાળક જેવા જ છે, જે પોતાનું પેંટ ગંદુ કરીને આવે છે…. તેવી જ રીતે ટ્રમ્પ અને તેમની સાથે કામ કરનારા અન્ય લોકો પોતાના જુતા પર કુતરાની ગંદકી લગાવીને આવે છે. તે આવનાર સમયમાં પણ આમ જ કરતા રહેશે. ટ્રમ્પ દ્વારા માનસિક રૂપે બિમાર ગણાવવામાં આવ્યા બાદ નેંસીએ જવાબમાં આ આરોપ લગાવ્યા હતાં.
સોમવારે ડૉનાલ્ડ ટ્રમ્પે સ્વિકાર કર્યો હતો કે, તે પોતાની જ સરકારની ચેતવણીઓ બાદ પણ કોરોના વાયરસથી બચવા માટે મેલેરિયાની દવા લઈ રહ્યાં છે. આ ઘટના બાદ તેમની ભારે ટીકા થઈ હતી. નેંસી પેલોસીએ પણ તેમને આડ્દે હાથ લીધા હતાં અને ટ્રમ્પને હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કરવાથી બચવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા ના લેવી જોઈએ, કારણ કે તે જાડા છે અને તેમને બિમારીઓ થવાનો ખતરો વધારે છે.
નેન્સીની આ સલાહ પર ટ્રમ્પે જવાબમાં સ્પીકરને માનસિક રૂપે બિમાર ગણાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, નેંસી પેલોસી માનસિક સમસ્યાઓથી ઘેરાયેલી બિમાર મહિલા છે.
નેંસી અને ટ્રમ્પ વચ્ચે આ અગાઉ પણ અનેક મતભેદો સામે આવતા રહ્યાં છે. ટ્રમ્પ વિરૂદ્ધ જ્યારે મહાભિયોગની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ટ્રમ્પના એક વ્યવહારથી નિરાશ થઈને નેંસીએ તેમના ભાષણની કોપી સૌની સામે જ ફાડી નાખી હતી. આ ઘટના ત્યારે સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ હતી.