રામનવમી નિમિત્તે ઓડિશાના એક કલાકારે રામની સૌથી નાની મૂર્તિ બનાવી છે. આ પ્રતિમાની ઉચાઈ માત્ર 4.1 સેન્ટિમીટર છે. ગંજામ જિલ્લાના વતની સત્યનારાયણ મહારાણાએ એક કલાકમાં આ મૂર્તિ બનાવી છે.
રામનવમી નિમિત્તે ઓડિશાના કલાકારે રામની વિશ્વની સૌથી નાની મૂર્તિ બનાવી છે. આ પ્રતિમાની ઉચાઈ માત્ર 4.1 સેન્ટિમીટર છે. ગંજામના સત્યનારાયણ મહારાણાએ ફક્ત એક કલાકમાં આ મૂર્તિ તૈયાર કરી છે. તેમનો દાવો છે કે તે વિશ્વમાં લાકડાની બનેલી રામની સૌથી નાની મૂર્તિ છે.
ઓડિશાના ગંજામ જિલ્લામાં રહેતા સત્યનારાયણ મહારાણા નાની મૂર્તિઓ બનાવવા માટે જાણીતા છે. તે રેતી કલાકાર પણ છે. હવે જ્યારે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં તેમણે ભગવાનની સૌથી નાની મૂર્તિ બનાવી છે. તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે આ પ્રતિમા બનાવવા માટે માત્ર એક કલાકનો સમય લાગ્યો છે. મૂર્તિની ઉચાઇ પણ માત્ર 4.1 સેન્ટિમીટર છે.
તેમણે રામ નવમીના અવસરે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમણે કહ્યું, “હું તમને બધાને ખુબ ખુશ રામ નવમીની શુભેચ્છા આપું છું. તમે બધા ઘરે રહો અને કોરોનાથી દૂર રહો. ઘરે પૂજા કરો. બહાર ન નીકળો.”
આ પહેલીવાર નથી જ્યારે સત્યનારાયણે ભગવાનની સૌથી નાની મૂર્તિ બનાવી છે. આ અગાઉ શિવરાત્રી નિમિત્તે તેમણે ભગવાન શિવની સૌથી નાની મૂર્તિ પણ બનાવી હતી. શિવરાત્રી પર તેમણે લાકડા અને પથ્થરની મદદથી ભગવાન શિવ અને શિવલિંગની નાની મૂર્તિઓ બનાવી હતી. તેણે લાકડામાંથી 5 મીમી અને પથ્થરથી 1.3 સે.મી.નું શિલ્પ બનાવ્યું. આ સાથે, 7 મીમી શિવલિંગ પત્થરમાંથી અને 3 મીમી કદનું શિવલિંગ લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું.