ભુવનેશ્વર. સુપર સાઈકલોન અમ્ફાન મંગળવારે બંગાળની ખાડીના દક્ષિણ અને મધ્ય હિંસામાં પહોંચ્યું છે. તે મંગળવારે સવારે 8 કલાકથી બપોરે 1 વાગ્યાની વચ્ચે 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધ્યું. તે આવતીકાલે એટલે કે બુધવારે બપોર પછી બંગાળ અને બાંગ્લાદેશની વચ્ચે સુંદરબનની પાસેના તટ સાથે 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટકરાશે. એ તટીય ક્ષેત્રોમાં પહોંચશે ત્યારે 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની શકયતા છે. મોસમ વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયને પણ એલર્ટ આપી છે.
અમ્ફાન હાલ ઓરિસ્સાના પારાદીપથી 570 કિલોમીટર દક્ષિણ અને પશ્ચિમ બંગાળના દિઘાથી 720 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ અને બાંગ્લાદેશના ખેપપુરાથી 840 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં છે.
અમિત શાહે ઓરિસ્સા અને બંગાળના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી
ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી હતી. તેમણે બંને રાજ્યોને કેન્દ્ર તરફથી સંપૂર્ણ મદદ કરવા બાબતે ભરોસો આપ્યો છે. તેમણે પટનાયક પાસેથી ઓરિસ્સામાં સાઈક્લોનનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલી તૈયારીની માહિતી લીધી હતી.
NDRFએ કહ્યું- ઓડિશામાં 13 અને બંગાળમાં 17 ટીમ ફરજ પર
NDRFના ડીજી એસએન પ્રધાને કહ્યું કે ચક્રવાત અમ્ફાનથી ઓડિસા અને પશ્ચિમ બંગાળ સૌથી વધારે અસરગ્રસ્ત થશે. તેનો સામનો કરવા માટે ઓડિશામાં 13 અને પશ્ચિમ બંગાળમાં 17 ટીમ ગોઠવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની રિવ્યુ મીટિંગમાં આ અંગે નક્કી કરવામાં આવ્યુ કે NDRFની કેટલીક ટીમ એરલિફ્ટ કરવા માટે પણ તૈયાર રહેશે, જેથી ઈમર્જન્સીની સ્થિતિમાં લોકોને મદદ પહોંચાડી શકાય.12 કલાકમાં વધુ ઝડપી થશે
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ, મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે, 12 કલાકમાં તે સંપૂર્ણપણે જોરદાર તોફાનમાં ફેરવાઈ જશે. આગામી 6 કલાકમાં, તેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવા માંડશે. આ તોફાનનું કેન્દ્ર ઓડિશાના પારાદીપથી 980 કિમી દૂર છે. દક્ષિણ પશ્ચિમ બંગાળના દીઘાથી 130 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં અને બાંગ્લાદેશમાં ખેપુપારાથી 1,250 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં છે. આ અસરને કારણે, બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં પવન સોમવારે સવારે 150 કિ.મી પ્રતિ કલાકની ઝડપે, મધ્ય ભાગમાં 190 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.
આ વિસ્તારોને અસર થશે
તોફાનને કારણે પશ્ચિમ બંગાળના 24 ઉત્તર અને દક્ષિણ પરગના, કોલકાતા, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, હાવડા અને હુગલીમાં ભારે વરસાદ પડી શકે છે. ઓડિશામાં ગજપતિ, ગંજામ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, બાલાસોર, ભ્રડક, મયુરભંજ, ઝંપપુરા, સહારપાડા અને કેઓંઝાર જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમિયાન, ઓડિશા સરકારે કેન્દ્રને વિનંતી કરી છે કે 18 મેથી ત્રણ દિવસ શ્રમિક ટ્રેનો ચલાવવામાં ન આવે.
બંને રાજ્યોમાં એનડીઆરાએફની 17 ટીમો તૈનાત
વાવાઝોડાને જોતાં એનડીઆરએફની 17 ટીમો બંને રાજ્યોમાં ગોઠવવામાં આવી છે, એનડીઆરએફની 10 ટીમો પશ્ચિમ બંગાળમાં અને 7 ટીમો ઓડિશામાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને જણાવ્યું હતું કે- ઓડિશામાં આ ટીમો 7 જિલ્લા અને બંગાળના 6 જિલ્લામાં મોકલવામાં આવી છે. 10 ટીમો સ્ટેન્ડબાય પર મૂકવામાં આવી છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. પારાદીપમાં 21 સભ્યોવાળી એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ટીમના સભ્યો કટર, બોટ ચેન અને રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી તમામ વસ્તુઓ સાથે પહોંચ્યા હતા.