GUJARAT SURAT

મહિલા પોલીસે કોન્ટેબલે મંત્રી ના દીકરા ના મિત્રોની ગાડી રોકતા મંત્રી ના દીકરા એ જમાવ્યો રોંફ તો મહિલા કોન્સ્ટેબલે કહ્યું…..

હાલ સમગ્ર રાજ્ય સહીત દેશભરમાં કોરોના નો કહેર વધી રહ્યો છે ગુજરાત માં તો કોરોના નો આકડો 40 હજાર ને પાર પહોંચ્યો છે તેથી રાત્રીના સમય દરમિયાન કર્ફ્યુ લાગુ કરાયો છે ત્યારે પોલીસ દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે લોકો પોલીસ સાથે રકઝક પણ કરતા હોય છે. આવો જ એક બનાવ ગઈકાલે રાત્રે સુરતમાં બન્યો છે. સુરત માં પોલીસ સાથે રકઝકનો એક ઓડિયો વાયરલ થયો છે તે મુજબ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતી મહિલા કોસ્ટેબલ સુનિતા યાદવ ની ગુરુવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર ફરતા પાંચ લોકોને અટકાવ્યા હતા. જેમાં મંત્રી કુમાર કાનાણી નો દીકરો પ્રકાશ કાનાણી પણ હતો જેના કારણે કોન્સ્ટેબલ સાથે માથાકૂટ થઇ હતી. આ ઓડિયો ક્લિપ ખુબ જ વાયરલ થઇ રહી છે જેના પગલે મોડી રાત્રે મહિલા કોન્સ્ટેબલ એ રાજીનામુ આપી જણાવ્યું હતું કે, નોકરી નથી કરવી

ઓડિયોમાં સંભળાય છે તે મુજબ સુનીતા યાદવે હતું કે, પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડાપ્રધાનને પણ ઉભા રાખવાની તેવડ છે મારામાં. જે તેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની તેવડ છે મારી. મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું.શું હું તારા બાપની નોકર છું? મહિલા કોન્સ્ટેબલે પીઆઇને પણ ફોન કર્યો હતો અને ઘટના અંગે જણાવ્યું હતુ.

આ બાબતે કુમાર કાનાણી અને તેના દીકરા નો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા નો પ્રયત્ન કર્યો હતો પણ થઈ શક્યો ન હતો. કોન્સ્ટેબલ સુનિતા યાદવે જણાવ્યું કે અમને ધમકી આપવામાં આવી તો સાંભળી લેવાનું.સમગ્ર ઘટના ને લઈ ને મોડી રાત્રે સુનિતાએ રાજીનામું આપીને જણાવ્યું હતું કે,આવી નોકરી નથી કરવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *