- ૧૯ વોર્ડ રેડ ઝોનમાં, ૭૧ વોર્ડ ઓરેન્જ ઝોનમાં અને ૧૧ વોર્ડ ગ્રીન ઝોનમાં
- સ્લમ વિસ્તારમાં આજથી સર્વે અને ટેસ્ટની કામગીરી તેજ કરવામાં આવશે
સુરત. કોરનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાની સાથે સાજાના થનારની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.પાલિકાએ જણાવ્યાં પ્રમાણે હાલ 651 દર્દીઓ પોઝિટિવ તરીકે નોંધાયા છે. જેમાંથી 25ના મોત નીપજ્યાં છે જ્યારે 2201 લોકોને ક્વોરન્ટીન હેઠળ રાખવામાં આવ્યાં છે. 94 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હોવાથી તેમને હોસ્પિટલથી રજા અપાઈ છે.
લોકો ત્રણ બાબતે ધ્યાન આપે-કમિશનર
આજની સ્થિતિએ ૧૭૯૪ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને સમરસના કોવીડ કેર સેન્ટરમાં ૨૦૦ લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે. વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૪૦૭ લોકો છે. માસ્ક ફરજીયાતપણે પહેરવા.સામાજિક અંતર જાળવી રાખવુ અને ત્રીજુ વારંવાર ૪૦ સેકન્ડ સુધી હાથ ધોઈશુ તો આપણે કોરોનાને હરાવી શકીશુ. હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે, સ્લમ એરિયામાં ૨૬ ફિવર ક્લિનિક ચાલુ કવામાં આવ્યા છે. તથા ૮૬ હેન્ડવોશીંગ મશીન મુકવામાં આવ્યા છે. ૯૧૮ સર્વે ટીમ કામ કરી રહી છે. પાંચમા રાઉન્ડનું ડોર ટુ ડોર સર્વેલ્ન્સ ચાલુ કરવામાં આવ્યું છે તેમ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
પરપ્રાંતિયો જતાં રહેતા ફૂડ પેકેટનું વિતરણ ઘટયું
શહેરમાં પરપ્રાંતિયો માટે નવ લાખ જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ અપાતા હતાં. જેમાંથી ઘટાડો થઈને હવે 7.84૪ લાખ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે સુરત રેડ ઝોનમાં આવે છે. તેથી જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તે અમલી રહેશે. તેમ છતા સુરતમાં અલગ અલગ ઝોન પાડવામાં આવ્યા છે. જેથી લોકોને જાણકારી મળી શકે કે ક્યા વિસ્તારમાંથી સૌથી વધુ કેસો આવ્યા છે. શહેરના ૧૯ વોર્ડ રેડ ઝોનમાં, ૭૧ વોર્ડ ઓરેન્જ ઝોનમાં અને ૧૧ વોર્ડ ગ્રીન ઝોનમાં આવે છે.