રાજકોટ. આજે ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન પોતાનું રિઝલ્ટ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકે છે. ત્યારે રાજ્યમાં રાજકોટ જિલ્લાએ ડંકો વગાડ્યો છે. 84.69 ટકા સાથે રાજકોટ જિલ્લો રાજ્યમાં પ્રથમ આવ્યો છે. કેન્દ્રની વાત કરીએ તો રાજ્યમાં સૌરાષ્ટ્રના કેન્દ્રએ બાજી મારી છે. જામનગર જિલ્લાનું ધ્રોલ કેન્દ્ર 91.42 ટકા સાથે પ્રથમ આવ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું પરિણામ અમરેલી જિલ્લાનું છે. અમરેલી જિલ્લાનું 65.16 ટકા આવ્યું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 80 ટકા ઉપર રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લો. 70 ટકા ઉપરમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજકોટ જિલ્લામાં 91.36 ટકા પરિણામાં સાથે ગોંડલ કેન્દ્ર પ્રથમરાજકોટ જિલ્લામાં ધોરાજી કેન્દ્રનું 88.23 ટકા, ગોડલ કેન્દ્રનું 91.36 ટકા, જેતપુર કેન્દ્રનું 76.08 ટકા, રાજકોટ (ઇસ્ટ) કેન્દ્રનું 75.70 ટકા, રાજકોટ (વેસ્ટ) કેન્દ્રનું 85.77 ટકા, જસદણ કેન્દ્રનું 77.18 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં એ1 ગ્રેડમાં 7, એ2 ગ્રેડમાં 357, બી1 ગ્રેડમાં 1210, બી2 ગ્રેડમાં 1817, સી1 ગ્રેડમાં 2016, સી2 ગ્રેડમાં 1516, ડી ગ્રેડમાં 257 અને ઇ1 ગ્રેડમાં 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રમાં જિલ્લાવાર પરિણામની ટકાવારીરાજકોટ- 84.69
અમરેલી- 65.16
જામનગર- 80.88
જૂનાગઢ- 72.19
ભાવનગર-80.81
સુરેન્દ્રનગર- 79.68
પોરબંદર-69.89
બોટાદ-81.09
દેવભૂમિ દ્વારકા- 75.67
ગીરસોમનાથ-69.38
મોરબી-82.41
સૌરાષ્ટ્રમાં જિલ્લાવાઇઝ એ1 ગ્રેન્ડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા
અમરેલી-0
જામનગર-2
જૂનાગઢ-1
ભાવનગર-1
રાજકોટ- 7
સુરેન્દ્રનગર-2
પોરબંદર-1
બોટાદ-0
દેવભૂમિ દ્વારકા-0
ગીરસોમનાથ-0
મોરબી-3