અનલોક-2 બાદ રાજ્યમાં કોરોનાના આંકડા ચિંતા વધારી રહ્યાં છે. આજે અનલોક-2ના ચોથા દિવસે રાજ્યમાં એક દિવસમાં નોંધાતા આંકડાઓમાં સૌથી વધારે કેસ આજે નોંધાયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 700 કેસ નોંધાયા છે. આજે સુરત માં અમદાવાદ થી પણ વધુ કેસ નોંધાયા છે. આજે સુરતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 712 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 21 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 1927 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 35,398 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 473 દર્દીઓએ સ્વસ્થ થયાં છે.
કોરોનાના સંક્રમણ મામલે આજે સુરત રાજ્યમાં ટોચ પર રહ્યું. આજે નોંધાયેલા કુલ 712 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 201 અને જિલ્લામાં 52 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 165 અને જિલ્લામાં 7 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 34 અને જિલ્લામાં 27 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 11 અને જિલ્લામાં 36 કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 7989 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 25,414 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1927 થયો છે.