SPORT

મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી પોલાર્ડ એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ કારનામો કરનારો બન્યો વિશ્વનો પહેલો ક્રિકેટર

600 T20 મેચો કિરોન પોલાર્ડ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર થઈ ગયો હોય પરંતુ તે વિશ્વભરની T20 લીગમાં રમવાનું ચાલુ રાખે છે.

600 T20 મેચો કિરોન પોલાર્ડ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર થઈ ગયો હોય પરંતુ તે વિશ્વભરની T20 લીગમાં રમવાનું ચાલુ રાખે છે. હાલમાં પોલાર્ડ ‘ધ હંડ્રેડ’માં રમી રહ્યો છે. પોલાર્ડ આ ટુર્નામેન્ટમાં લંડન સ્પિરિટ ટીમનો ભાગ છે. તમને જણાવી દઈએ કે, ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં સોમવારે એટલે કે 8 ઓગસ્ટે રમાયેલી મેચમાં તેણે માન્ચેસ્ટર ઓરિજિનલ્સની સામે તોફાની ઇનિંગ રમીને બધાને ચોંકાવી દીધા હતા. આ મેચમાં પોલાર્ડે 11 બોલમાં 34 રન બનાવ્યા જેમાં તે 1 ફોર અને 4 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો હતો. પોલાર્ડની તોફાની ઇનિંગ્સના આધારે લંડન સ્પિરિટની ટીમ 100 બોલમાં 6 વિકેટે 160 રન બનાવી શકી હતી. આ પછી માન્ચેસ્ટર ઓરિજિનલ્સની ટીમ 98 બોલમાં 108 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. લંડન સ્પિરિટ ટીમ આ મેચ 52 રને જીતવામાં સફળ રહી છે.

પોલાર્ડે બનાવ્યો ઈતિહાસ (કિરોન પોલાર્ડ રેકોર્ડ)
કિરન પોલાર્ડે T20 ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પોલાર્ડ ટી-20માં 600 મેચ રમનાર ખેલાડી બની ગયો છે. તે વિશ્વનો પહેલો એવો ક્રિકેટર છે જેણે 600 T20 મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મામલામાં બીજા નંબર પર ડ્વેન બ્રાવો છે, જેના નામે 543 ટી20 મેચ રમવાનો રેકોર્ડ છે. પાકિસ્તાનના શોએબ મલિકે 472 મેચ રમી છે. ક્રિસ ગેલે T20 ક્રિકેટમાં 463 મેચ રમીને અજાયબીઓ કરી છે. તમને જણાવી દઈએ કે પોલાર્ડ T20માં 300, 400, 500 અને હવે 600 WT20 મેચ રમનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બની ગયો છે.

દક્ષિણ આફ્રિકાના એલ્બી મોર્કેલ T20માં 100 અને 200 ટી20 મેચ રમનાર પ્રથમ ક્રિકેટર હતા. બીજી તરફ જો પોલાર્ડની વાત કરીએ તો તેણે પોતાના કરિયરમાં 600 T20 મેચ રમીને 11723 રન બનાવ્યા છે, જેમાં 309 વિકેટનો રેકોર્ડ છે. પોલાર્ડના નામે ટી20માં પણ એક સદી નોંધાયેલી છે.

જસપ્રિત બુમરાહે પોલાર્ડના કરિશ્મા પર પ્રતિક્રિયા આપી અને તેના વિશેષ રેકોર્ડને અદ્ભુત ગણાવ્યો. જણાવી દઈએ કે બુમરાહ ઈજાના કારણે એશિયા કપ નહીં રમે.

Leave a Reply

Your email address will not be published.