ગૃહમંત્રી અમિત શાહે પોતાના પત્રમાં બંગાળ સરકાર પર આરોપ મૂકયો છે. તેમણે લખ્યું છે કે પ્રવાસી મજૂરોને ટ્રેનો દ્વારા પશ્ચિમ બંગાળ ના પહોંચવા દેવા અન્યાય છે. તેનાથી આગળ જતાં તેમને જ મુશ્કેલી પડશે. પ્રવાસી મજૂરોની સાથે પશ્ચિમ બંગાળ પહોંચનાર ટ્રેનોને રાજ્ય સરકારે મંજૂરી આપી રહી નથી.
અમિત શાહે એમ પણ કહ્યું કે કેન્દ્ર એ અત્યાર સુધીમાં કોરોનાવાયરસ લોકડાઉન વચ્ચે ફસાયેલા બે લાખ પ્રવાસીઓને ઘરે પાછા ફરવામાં મદદ કરી છે. તેમણે આ સંદર્ભમાં બંગાળ સરકારને ચેતવણી આપી હતી કે અસહકારથી પ્રવાસીઓ માટે વધુ મુશ્કેલી ઉભી કરશે.