મુંબઈ. દેશમાં જાહેર ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને ધિરાણ તેમ જ બાંધી મુદતની થાપણો પરના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેન્કે લોન પર વ્યાજ દરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. હવે વ્યાજ દર 7.40 ટકાથી ઘટાડી 7.25 ટકા કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત બેન્કે વિવિધ મુદતની થાપણો પર પણ 0.20 ટકા વ્યાજ દરો ઘટાડ્યા છે. લોન પર વ્યાજ દર ઘટવાથી પ્રત્યેક મહિને ચુકવવાપાત્ર રકમમાં રૂપિયા 255 જેટલો ઘટાડો થશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) માર્ચમાં ઘટાડ્યા હતા દર
લોન પર નવા દર 10 મેથી અને FD પર નવા દર 12 મેથી લાગુ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે RBIએ માર્ચ મહિનામાં જ રેપો રેટ 0.75 ટકા ઘડાયો હતો. RBI અર્થતંત્રને વેગ આપવા માટે માર્ચ મહિનામાં રેપો રેટ 0.75 ટકા સુઘી ઘટાડ્યો હતો. બેન્કો દ્વારા MCLR માં સતત 12મી અને નાણાકીય વર્ષ 2020-21માં બીજી વખત ઘટાડો કર્યો છે. જ્યારે માર્ચથી અત્યાર સુધીમાં FDના દરોમાં ત્રીજી વખત ઘટાડો કર્યો છે. આ અગાઉ એપ્રિલમાં SBIએ વ્યાજ દરોમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો હતો. આ નિર્ણય બાદ MCLR પર આધારિત લોન પર EMI ઘટી જશે.
7થી 45 દિવસના FD પર 3.5 ટકા વ્યાજ
બેન્કે ટ્વિટ કરી જાણકારી આપી છે. આ માહિતી પ્રમાણે FD પરના વ્યાજ દરોમાં પણ બેન્કે ઘટાડો કર્યો છે. નવા દરો પ્રમાણે 3 વર્ષની થાપણ પરના વ્યાજમાં 0.20 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં 7 દિવસથી 45 દિવસની થાપણો પર 3.5 ટકા વ્યાજ દર છે. જ્યારે 46 દિવસથી 179 દિવસ માટે 4.5 ટકા અને 180 દિવસથી એક વર્ષ સુધીની અવધિ માટે 5 ટકા વ્યાજ દર છે.
રૂપિયા 25 અને અને 30 વર્ષની અવધી માટેની લોન પર મહિને રૂપિયા 225 બચશે
વ્યાજ દરોમાં આ ઘટાડા બાદ જે ગ્રાહકોના અકાઉન્ટ એમસીએલઆર સાથે જોડાયેલા છે તેમને પણ ફાયદો થશે. જેમ કે કોઈ રૂપિયા 25 લાખની 30 વર્ષ માટે લોન લીધી હોય તો તેના EMI માં 225 ઘટાડો થશે. વરિષ્ઠ નાગરિકો માટે બેન્કે નવી ડિપોઝીટ સ્કીમ રજૂ કરી છે, જેને સ્ટેર બેન્કે કેર ડિપોઝીટ નામ આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોનમાં સ્ટેટ બેન્ક 34 ટકા બજાર હિસ્સો ધરાવે છે જ્યારે ઓટો લોનમાં 34.86 ટકા બજાર હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર 2019 સુધી બેન્કની કુલ રૂપિયા 31 લાખ કરોડની થાપણો હતો.