ધોરાજીમાં એક સાથે કોરોનાના 15 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ધોરાજીમાં 3 મહિલા અને 12 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યાં હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોના નો કહેર વધી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં ફરી એક સાથે કોરોના પોઝિટિવ કેસોનો વધારો થયો છે. ધોરાજીમાં એક સાથે 15 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ધોરાજીમાં 3 મહિલા અને 12 પુરુષના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ધોરાજી શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસોની સંખ્યા 54 પર પહોંચી ગઈ છે. પોઝિટિવ દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર એ સમગ્ર વિસ્તારને સેનેટાઈઝર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોઝિટિવ આવેલ સમગ્ર વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.