GUJARAT

રાહત પેકેજ / નાણાં મંત્રી સીતારમણ ચાર દિવસ સુધી 20 લાખ કરોડના પેકેજ વિશે માહિતી આપે તેવી શકયતા, જાણો પુરી વ્યૂહરચના

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આજથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ જણાવશે. બ્રેકઅપ અંગેની માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે. આજે નાણાં મંત્રી સાંજે 4 વાગે પ્રથમ જાહેરાત કરશે.
12 લાખ કરોડ રૂપિયાના પેકેજનું બ્રેકઅપ

જાહેર કરાયેલા રૂ. 20 લાખ કરોડના પેકેજમાંથી આશરે 8 લાખ કરોડ આરબીઆઈ અને સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. હવે 12 લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ આપવામાં આવશે. તેમાંથી 50,000 કરોડ રૂપિયા ટેક્સ માટે જાહેર કરી શકાય છે. જ્યારે વીજ ક્ષેત્રને આશરે એક લાખ કરોડ રૂપિયા મળી શકે છે. એ જ રીતે, દેશના ગરીબો માટે સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા મોટી રકમની ફાળવણી કરી શકાય છે. આમાં એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી થઈ શકે છે.

રાહત પેકેજ GDPના લગભગ 10 ટકા 20 લાખ કરોડનું

આર્થિક પેકેજ સાથે જોડાયેલી તમામ માહિતી આજે નિર્મલા સીતારમણ જણાવશે. નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે કહ્યું હતું કે સમગ્ર માહિતી બે-ત્રણ સ્ટેજમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પેકેજ સમાજના દરેક તબક્કાને મળશે. 20 લાખ કરોડનું રાહત પેકેજ જીડીપીના લગભગ 10 ટકા 20 લાખ કરોડનું રાહત પેકેજ જીડીપીના લગભગ 10 ટકા છે. તે 2020-21 સ્વીકૃત બજેટ એટલે કે તે 30 લાખ કરોડથી લગભગ 10 લાખ કરોડ ઓછું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પેકેજથી ગૃહ ઉદ્યોગ, લધુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો અને મધ્યમ વર્ગને ફાયદો મળશે. આ સિવાય ભારતીય ઉદ્યોગ જગતને પણ તેનાથી નવી તાકાત મળશે.

આવી મસાલેદાર ન્યૂઝ વાંચવા માટે અત્યારેજ અમારા પેજ ને ફોલ્લોવ કરો.
https://www.facebook.com/indiarealnews03

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *