GUJARAT SURAT

રાહત ના સમાચાર/ કોરનાનો કહેર વધતાં મુખ્યમંત્રી વીજય રૂપાણી સુરત આવી ને કરી મહત્વની જાહેરાત…જાણો વિગતવાર

સુરતમાં છેલ્લા સાત-આઠ દિવસમાં જ એક હજારથી વધુ કેસ થઈ જતાં ગુજરાતના મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત આવી હતી. સુરતની સ્થિતિ જોઈ ને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં રૂા. ૧૦૦ કરોડના ખર્ચે બે હોસ્પીટલને કોવિડ હોસ્પીટલ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં એક હોસ્પિટલ સપ્તાહમાં જ્યારે બીજી હોસ્પિટલ મહિનામાં શરૂ થઈ જશે તેમ કહ્યું છે. આ ઉપરાંત સુરતમાં કોવિડના ગંભીર દર્દીઓને જલ્દી સારવાર મળે તે માટે 200 વેન્ટીલેટર રાજ્ય સરકારે ફાળવ્યા હોવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સુરત આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મ્યુનિ.સિવિલ અને કોવિડની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે બાદ તેઓએ પત્રકાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને ભવિષ્યમાં કેસમાં વધારો થાય ત્યારે તમામ દર્દીઓને સારવાર માટે બેડ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના માટે સુરતમાં હાલ કોરોનાની સ્થિતિ જોતાં સુરતની કિડની હોસ્પીટલ અને સ્ટેમ્પસીલ હોસ્પીટલને ઝડપથી 100 કરોડનો ખર્ચ કરીને કોવિડ હોસ્પીટલ બને તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારની જવાબદારી છે કે કોરોનાનાદર્દીને તરત સારવાર મળે તે માટે બેડ અને હોસ્પીટલ, વેન્ટીલેટર દવા અને ડોક્ટરની વ્યવસ્થા કરવી જોઈએ.

સુરતમાં કેસ સતત વધી રહ્યાં છે ત્યારે દર્દીઓને તરત અને સારી સારવાર મળે તે માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને બે હોસ્પીટલ કોવિડ માટે જ શરૂ કરી દેવામાં આવશે.આઠથી દસ દિવસમાં તો સ્ટેમ્પસીલવાળી હોસ્પીટલન કાર્યરત કરી દેવામાં આવશે અને એકાદ મહિના પછી કિડની વાળી હોસ્પીટલને કોવિડની હોસ્પીટલ તરીકે શરૂ કરી દેવાશે. આ બન્ને હોસ્પીટલની કામગીરી ઝડપથી થાય તે માટે છથી સાત એજન્સી એક સાથે કામે લગાડી દેવામાં આવી છે.

ખાનગી હોસ્પીટલ તેમના અડધા બેડ સરકારને આપે તેવી રાજ્ય સરકારની વ્યુરચના છે તેના કારણે પણ દર્દીઓને ઘણી રાહત થઈ રહી છે. હાલની સ્થિતિને જોતાં રાજ્ય સરકારે 200 જેટલા વેન્ટીલેટર સુરતને આપવા માટેનો નિર્ણય કર્યો છે. આવતીકાલે સાંજે કે સોમવારે સવાર સુધીમાં આ વેન્ટીલેટર સુરત પહોંચી જશે અને તેનાથી દર્દીઓની સારવાર પણ શરૂ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *