GUJARAT RAJKOT

પોલીસ કમિશનરનો આદેશ- રાજકોટમાં આજથી ફાકી, તમાકુ ખાનાર સામે કેસ થશે જોવો કેમ..

પ્રોહિબિશન એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરશે

રાજકોટ. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, લૉકડાઉનમાં ફાકી અને સિગારેટના કાળાબજાર થઇ રહ્યા છે, ત્યારે શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરશે તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. 
રૂ.12માં વેચાતી ફાકી રૂ.50માં પણ વેચાઇ રહી છે
લૉકડાઉન જાહેર થયું તે દિવસથી આવશ્યક વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ માટે દરેક શહેરમાં પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ફાકી, પાન, સિગારેટના વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લદાયો હતો, અને પાનની દુકાનો એ દિવસથી બંધ થઇ ગઇ હતી, વ્યસનીઓ લૉકડાઉનમાં અકળાઇ ગયા હતા અને તેનો દુકાનદારોએ ગેરલાભ ઉઠાવી ફાકી, સિગારેટના કાળા બજાર શરૂ કર્યા છે. રૂ.12માં વેચાતી ફાકી રૂ.50માં પણ વેચાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *