કેન્દ્ર સરકારે ટેલિવિઝન ચેનલોને કહ્યું છે કે તેઓ પોતાના હવામાન રિપોર્ટમાં પીઓકે અને ઉત્તરી વિસ્તારોની અપડેટ પણ જણાવે. આનાથી ઇમરાન ખાનને પાકિસ્તાનની વિરુદ્ધ ભારતની સ્ટ્રેટેજીમાં એક મોટા બદલાવનો ઇશારો મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આવું કરવાનો નિર્ણય રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કર્યો છે.
અધિકારીઓનાં પ્રમાણે આની શરુઆત લગભગ 3 મહિના પહેલા થઈ હતી. 3 ફેબ્રુઆરીનાં વિદેશ અને ગૃહ મંત્રાલયનાં સચિવોને આનાથી જોડાયેલો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ પ્રસ્તાવ ઇન્ટેલિજન્સ બ્યૂરો અને રૉ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)નાં પ્રમુખોને પણ મોકલવામાં આવ્યો હતો. ગત અઠવાડિયે જ આની મંજૂરી મળી છે.
સરકારે દૂરદર્શનને તો કહ્યું છે કે તે પીઓકેનાં મીરપુર અને મુઝફ્ફરાબાદ સહિત ઉત્તરનાં વિસ્તારોનાં ગિલગિટ-બાલ્ટિસ્તાનનાં હવામાનનાં સમાચાર બતાવે. કેટલીક ખાનગી ચેનલોને પણ આવું કરવાનું કહ્યું છે. તેઓ પણ પોતાના હવામાન બુલેટિનમાં કેટલાક બદલાવ કરશે. આના દ્વારા ભારત-પાકિસ્તાનને અનેક સંદેશ આપી રહ્યું છે, જેમાંથી 3 મહત્વનાં છે.
1. પાકિસ્તાને પીઓકે પર કર્યો છે ગેરકાયદેસર કબજો
એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા અનુસાર આ ભારતનો બદલાયેલો અપ્રોચ બતાવે છે, જે પાકિસ્તાન સહિત તેનો સાથ આપનારા દેશો માટે સખ્ત સંદેશ છે કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનાં 86 હજાર સ્કવેર કિલોમીટર પર ગેરકાયદેસર કબજો કર્યો છે.
2. પાકિસ્તાનનાં દોસ્ત ચીનનો વિરોધ
આ સમયે પોતાનો દાવો બતાવવો ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનાં કારણે પણ જરૂરી થઈ ગયો છે, જે ઉત્તરીય વિસ્તારમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનથી પસાર થાય છે, જે લગભગ કેરળ જેટલું મોટું છે. જ્યારે ચીને આ વિસ્તારમાં કોરિડોર બનાવવાનું કામ શરુ કર્યું તો એ આશા કરવામાં આવી રહી હતી કે ભારત પણ આ પ્રોજેક્ટનો ભાગ હશે. જો કે આ પાકિસ્તાનનાં કંટ્રોલવાળા ઉત્તરિય વિસ્તારથી પસાર થયો. જ્યારે ભારતે આનો વિરોધ કર્યો તો બેઇજિંગે નવી દિલ્હીને કહ્યું કે ભારત હજુ પણ આ પ્રોજેક્ટનો ભાગ બની શકે છે, કેમકે કાશ્મીરનાં સ્ટેટસ પર કોઈ અસર નહીં પડે જેને લઇને બંને દેશો વચ્ચે વિવાદ છે.
3. યૂકેમાં રહેતા પાકિસ્તાનનાં નેતાઓને સંદેશ
આના દ્વારા ભારતે એક મેસેજ યૂનાઇટેડ કિંગડમમાં રહેતા પાકિસ્તાની નેતાઓને પણ આપ્યો છે. પાકિસ્તાનનાં મીરપુરનાં ઘણા લોકો યૂકેમાં રહે છે, જેમના જેરેમી કાર્બન લેબર પાર્ટીનાં નેતાઓ સાથે સારા સંબંધો છે. ઉલ્લેખનીય છે કે જેરેમીએ જ જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવાનો વિરોધ કરતા આંતરરાષ્ટ્રિય હસ્તક્ષેપની વાત કહી હતી.