જે હાર્દિક પટેલને જોવા માટે અને તેની સાથે હાથ મિલાવવા માટે પાટીદાર યુવાન થી માંડી પાટીદાર સમાજનો દરેક વર્ગ કલાકોના કલાકો સુધી રોડ રસ્તા ઉપર ઉભા રહી હાર્દિક ની રાહ જોતા હતા. હવે તે જ હાર્દિક પટેલને સભા કરવા માટે મોરબીમાં આવેલ પાટીદાર વર્ચસ્વવાળા આગેવાનોએ પોતાના ગામમાં સભા કરવાની ચોખ્ખી ના પાડી દેતાં આખરે આમરણ ખાતે આવેલ એક બંધ જીનમાં સવા કરવાની ફરજ પડી હતી.
આપણો ભાઈ કે પાટીદાર સમાજનો સાવજ તે પછી આવા કેટલાય નામોથી પાટીદાર સમાજે હાર્દિક ને નવાજયો હતો. અને હાર્દિક પટેલના રૂપમાં પાટીદાર સમાજને પોતાના સમાજ માટે એક અડીખમ નેતા મળી ગયો હતો. જોકે પાટીદાર સમાજ માટે આશા માત્ર એક દિવા સ્વપ્ન સમાન બની રહી હતી. સમય સમયે રંગ બદલીને હાર્દિકે પાટીદાર સમાજ સાથે રમત રમી હતી. અને માત્ર નાણાં બનાવવાના ઉદ્દેશ ને એક મુદ્દાનો કાર્યક્રમ બનાવી લેતા પાટીદાર સમાજે પણ હાર્દિકથી મોઢું ફેરવી લીધું છે.
એક સમયે પાટીદારનો દીકરો છુ માં ઉમીયાની સોગંદ છે રાજકારણમાં ક્યારેય નહીં આવો એવી ડંફાસ મારતો હાર્દિકે હસતા હસતા કોંગ્રેસનો ખેસ પહેરી લીધો જેના કારણે રહી શહી થઈ આબરૂ પણ ખોવાઈ ગઈ.
INTERNATIONAL NATIONAL BUSINESS ENTERTAINMENT CRIME LIFESTYLE SPORTS TECHNOLOGY Subscribe Name* Email* Breaking News India Border and Lockdown Status – the Latest International News April 22, 2020 Lockdown: What will open today in Gujarat? – What if not, see the whole list April 22, 2020 Home જાણો શા માટે હાર્દિક નું મોઢું જ જોવા નથી માગતા હવે પાટીદારો… ન્યૂઝ રાજકારણ જાણો શા માટે હાર્દિક નું મોઢું જ જોવા નથી માગતા હવે પાટીદારો… Ghanshyam Trivedi November 06, 2019 જે હાર્દિક પટેલને જોવા માટે અને તેની સાથે હાથ મિલાવવા માટે પાટીદાર યુવાન થી માંડી પાટીદાર સમાજનો દરેક વર્ગ કલાકોના કલાકો સુધી રોડ રસ્તા ઉપર ઉભા રહી હાર્દિક ની રાહ જોતા હતા. હવે તે જ હાર્દિક પટેલને સભા કરવા માટે મોરબીમાં આવેલ પાટીદાર વર્ચસ્વવાળા આગેવાનોએ પોતાના ગામમાં સભા કરવાની ચોખ્ખી ના પાડી દેતાં આખરે આમરણ ખાતે આવેલ એક બંધ જીનમાં સવા કરવાની ફરજ પડી હતી. આપણો ભાઈ કે પાટીદાર સમાજનો સાવજ તે પછી આવા કેટલાય નામોથી પાટીદાર સમાજે હાર્દિક ને નવાજયો હતો. અને હાર્દિક પટેલના રૂપમાં પાટીદાર સમાજને પોતાના સમાજ માટે એક અડીખમ નેતા મળી ગયો હતો. જોકે પાટીદાર સમાજ માટે આશા માત્ર એક દિવા સ્વપ્ન સમાન બની રહી હતી. સમય સમયે રંગ બદલીને હાર્દિકે પાટીદાર સમાજ સાથે રમત રમી હતી. અને માત્ર નાણાં બનાવવાના ઉદ્દેશ ને એક મુદ્દાનો કાર્યક્રમ બનાવી લેતા પાટીદાર સમાજે પણ હાર્દિકથી મોઢું ફેરવી લીધું છે. એક સમયે પાટીદારનો દીકરો છુ માં ઉમીયાની સોગંદ છે રાજકારણમાં ક્યારેય નહીં આવો એવી ડંફાસ મારતો હાર્દિકે હસતા હસતા કોંગ્રેસનો ખેસ પહેરી લીધો જેના કારણે રહી શહી થઈ આબરૂ પણ ખોવાઈ ગઈ. ખેર જે હોય તે પરંતુ હાલ સ્થિતિ એવી છે કે એક સમયના પાટીદાર સમાજના સાવજ હું મોઢુ જોવા પણ આજે પાટીદાર સમાજ રાજી નથી. લોકસભાની ચૂંટણી સમયે શું કરવું અને કેવી રણનીતિ અપનાવી તે અંગે હાર્દિક અને તેના નજીકના સાથી મનોજ પનારા મોરબી જિલ્લામાં મીટીંગ રાખવા માગતા હતા. જેના કારણે ધુટુ,રાજપર,બગથળા અને આમરણ જેવા ગામોના આગેવાનોનો સંપર્ક સધાયો હતો. જોકે આ ગામના આગેવાનોએ ઘસીને ના પાડી દેતાં આખરે મનોજ પનારા ના આમરણ ગામ પાસેની બંધ જીનિંગ મિલમાં સભા યોજવાની ફરજ પડી હતી. અને તેમાં પણ આ બધા કારણોસર હાર્દિક પટેલ ના આવવાનો હોવા છતાં પનારાએ પત્રકારોને હાર્દિકના નામે બોલાવ્યા હતા પરંતુ ઘણી રાહ જોયા બાદ પણ હાર્દિક ના આવતા પત્રકારો ગુસ્સે થઈ જતા રહ્યા હતા. અને પાસના પૂર્વ આગેવાન વિનુભાઈ અધારાએ જણાવ્યું હતું કે પનારા જેવા તત્વો હાર્દિકના નામનો ઉપયોગ કરી પણ સમાજને છેતરી રહ્યા છે.