રાજકોટ. હવામાન વિભાગ એ કરેલી આગાહી પ્રમાણે આજે રવિવારે વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વહેલી સવારથી જ મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યાથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. 4થી 8 વાગ્યા સુધીમાં ખાંભામાં 2 ઇંચ તો ધારીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ ધીમી ધારે વરસાદ શરૂ છે. રાજુલા, જાફરાબાદ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજુલા તાલુકાના ડુંગર, માંડણ, મોરંગી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે.રાજુલા કોસ્ટલ બેલ્ટ પર વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગીરમાં આવેલા માધવરાય મંદિરમાં 4થી 5 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે. રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. શહેરના કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, ગ્રીનલેન્ડ ચોકડ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
ગોંડલમાં સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જસદણ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને દીવમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. બગસરા અને કુંકાવાવના સુડાવડ, લૂંઘીયા સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.