ભારતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરના સૌથી વધુ કોરોનાના કેસ ધરાવે છે. ગુજરાતમાં મૃત્યુનો આંક પણ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો વધારે છે. લોકડાઉન 3 17મી માર્ચે પુરૂ થવાનું છે ત્યારે લોકડાઉન 4ની જાહેરાત થાય તે પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે આજે જે જાહેરાત કરી હતી તેનાથી સૌને ચોકાવી દીધા છે. નીતિન પટેલે ગુજરાતમાં ધંધા રોજગાર તાત્કાલીક અસરથી શરૂ કરવા જણાવ્યુ હતું. ગુજરાતમાં હજુ પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો રાજ્યને બહુ મોટો આર્થિક ફટકો પડે તેવી ચિંતા નાયબ મુખ્યમંત્રીના સૂરમાં દેખાઇ રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે મતભેદો હોવાનો અને અંદરોઅંદર ખેચતાણ ચાલતા હોવાના ઘણા સમાચારો પ્રસિદ્ધ થયા છે. બન્ને વચ્ચે કામને લઇને મોટુ અંતર પણ જોવા મળે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આરોગ્ય મંત્રી પણ છે પરંતુ તેઓ ભાગ્યે જ કોઇ આરોગ્યને લગતી કોઇ પણ જાહેરાત કરવા માટે બહાર આવ્યા છે. બીજા રાજ્યોમાં આરોગ્ય મંત્રી મીડિયાને માહિતી આપતા હોય છે
પરંતુ ગુજરાતમાં નીતિન પટેલ આરોગ્ય મંત્રી હોવા છતા પણ તેમણે નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં ચાલી રહેલા ઓવરબ્રિજની કામગીરી જોવા માટે આવ્યા હતા, તેમણે આગામી પકવાન બ્રિજ આગામી ઓગસ્ટ મહિના સુધીમાં અને વેષ્ણોદેવી અને સાણંદ ચાર રસ્તા ઓવર બ્રિજ ઓક્ટોબર મહિના સુધીમાં પુરો થઇ જશે તેવુ પત્રકારોને જણાવ્યુ હતું.
નીતિન પટેલે પત્રકારોને જણાવ્યુ હતું કે, વેપાર ધંધા શરૂ કરવા ખુબ જરૂરી છે, કોરોના-કોરોના કહીને ઘરમાં ના રહેવાય, કોરોના આપણી સાથે જ રહેવાનો છે. હવે ઘરમાં રહીએ તો પોષાય તેમ નથી. કોરોનાના કારણે રાજ્યમાં છેલ્લા 50 દિવસથી ધંધા રોજગાર બંધ હાલતમાં છે, સરકારી-ખાનગી તમામ પ્રોજેક્ટને તાળા વાગી ગયા છે. કંસ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરો તેમના વતનમાં જતા રહ્યા છે અને હવે આગામી મહિના પછી ચોમાસાની શરૂઆત થશે તો સરકારને વધુ ફટકો પડશે. લોકડાઉનને કારણે ધંધા થપ્પ થઇ જતા સરકારની જીએસટીની આવક પણ બંધ થઇ ગઇ છે. સરકારી કચેરીઓ બંધ હોવાથી એપ્રિલ-મે મહિનામાં સરકારે પગાર આપી દીધો પરંતુ હવે જૂન મહિનાનો પગાર આપવો હશે તો સરકારે ધંધા રોજગાર શરૂ કરવા પડશે.
નીતિન પટેલની આ જાહેરાતે એટલો સંદેશો આપી દીધો છે કે રૂપાણી સરકાર લોકડાઉન લંબાવવાના પક્ષમાં નથી. છેલ્લા 50 દિવસથી લોકડાઉનના સમાચારોથી રાજ્યની પ્રજા પણ નિરાશામાં ગરકાવ થઇ ગઇ છે પરંતુ નીતિન પટેલના એક પોઝિટિવ ઇન્ટરવ્યૂને કારણે તેઓ સોશિયલ મીડિયામાં છવાઇ ગયા હતા.
આવી મસાલેદાર ન્યૂઝ વાંચવા માટે અત્યારેજ અમારા પેજ ને ફોલ્લોવ કરો.
https://www.facebook.com/indiarealnews03