ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલું વર્ષ ખુબ જ ભારે દેખાઈ રહ્યું છે. હાલ ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં અલગ અલગ પ્રકારના સંકટો આવી રહ્યા છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પોતાનો કાળા કહેરનો પડછાયો પાથરી દીધો છે. ત્યારે રાજ્યમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી દીધી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 27થી 31મે દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં વંટોળની આગાહી કરી છે. સાથે જ 1થી 7 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. તો 7 જૂને દરિયો તોફાની બનશે. તેમજ 13થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવવાની ભીતી સર્જાઈ છે. તો 8થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં અચાનક પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગમાં આંધી વંટોળ આવશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જેમાં 27થી 31મે વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની જાહેર કરી છે. ઉ.ગુજરાત, કચ્છના કેટલાક ભાગમાં વંટોળ આવશે. આ વાવાઝોડું 25થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 1થી 7 જૂનમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતાની આગાહી પણ કરી છે.
ગુજરાતમાં કઈ તારીખે વરસાદ થશે અને કયાંથી ચોમાસાની શરૂઆત થશે આ અંગે હવામાનના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરી છે. ચોમાસાની શરૂઆત દરિયાકિનારાના વિસ્તારથી થશે. વંટોળ અને વાવાઝોડું વરસાદ લાવશે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, મેના અંતથી વંટોળીયા ફુંકાશે અને 5થી દરિયાઈ વાવાઝોડું સક્રિય થશે જે 13થી 15મી જુન સુધીમાં દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ લાવશે.
અંબાલાલ પટેલે વરસાદ વિશે શું કરી આગાહી?
1 જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે.
7 જૂનના દરિયો તોફાની બને તેવી શક્યતા છે.
તો 13 થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવશે.
અને 8થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં પવન ફૂંકાશે.
જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી