GUJARAT

પ્રેમલગ્નમાં કરૂણ અંજામ: નવયુગલને કૂહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા, પ્રેમની નિશાનીઓ લોહીથી લથપથ બની જોવો શું કારણ થીથયું……

જૂનાગઢના માંગરોળના દરસાલી ગામેથી ભાગીને ચાર માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર બે અલગ અલગ જ્ઞાતિના એક યુવક અને એક યુવતીની બુધવારે ઢળતી સાંજે વંથલી-કેશોદ હાઈવે પર બાઈક પર આવેલા અજાણ્યા ઈસમોએ કુહાડીના આડેધડ ઘા ઝીકીને કરપીણ હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાથમિક વિગત મુજબ માંગરોળના દરસાલી ગામનો સંજય રામશીભાઈ રામ તેની પત્ની ધારાબેન રામ (ધારા ભાણાભાઈ પરમાર) અને સંજયની બહેન ત્રિપલ સવારીમાં કેશોદથી જૂનાગઢ તરફ્ બાઈકમાં આવી રહ્યા હતા, ત્યારે વંથલી પાસેના પેટ્રોલ પંપ નજીક પાછળથી આવેલા બાઈકમાં બેઠેલા અજાણ્યા શખ્સે સંજયના હાથમાં કુહાડીનો એક ઘા મારીને ત્રણેયને પછાડી દીધા હતા, જેને લઈને ત્રણેય નીચે ફ્સડાઈ પડયા હતા.

ત્યારે પાછળથી આવેલા અજાણ્યા શખ્સોએ કુહાડી વડે સંજય અને તેની પત્ની ધારાને આડેધડ ઘા ઝીકીને બે બાઈકમાં નાસી ગયા હતા, જીવલેણ હુમલામાં લોહીલુહાણ બનેલ બનેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, હત્યા કરીને હુમલાખોરો નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા વંથલી પીએસઆઈ ચૌહાણ, કેશોદ ડીવાયએસપી ગઢવી સહિતનો કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થળ પર હાજર મરનાર સંજયની બહેન પાસેથી પ્રાથમિક વિગતો મેળવીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દોડી આવ્યા હતા, તેમણે જણાવ્યું કે, મરનાર બને યુવક અને યુવતી માંગરોળના દરસાલી ગામના વતની છે, અને ચાર મહિના પહેલા બનેએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. યુવક રાજકોટ ખાતે કામ કરતો હતો, અને હાલ લોકડાઉન ખુલતા બને પોતાના વતન આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ મરનારની બહેનની ફ્રિયાદના આધારે આરોપીની ઓળખ મેળવવા માટે આસપાસના સીસીટીવીની મદદથી એલસીબી. એસઓજી સહીતની ટીમો કામે લાગી છે.

 

પ્રેમની નિશાની લોહીથી લથપથ બની

જૂનાગઢઃ બને વચ્ચે એટલો ગાઢ પ્રેમ હતો કે લગ્ન બાદ બનેએ સજોડે પડાવેલ ફોટો બાઈકના કીચેઈન અને બનેના મોબાઈલ પાછળ કવરમાં લગાવ્યો હતો, અને બુધવારે પણ બનેએ મેચીગ કપડા પહેર્યા હતા, ઘરેથી એક સરખા મેચિંગ બ્લ્યુ કલરના કપડા પહેરીને નીકળ્યા હતા પરંતુ પ્રેમના દુશ્મનોએ ઘાતકી રીતે બન્ને રહેશી નાખ્યા હતા.

ભાગ્યા ત્યારે પિતાનું એટેકથી મોત થયેલું

જૂનાગઢઃ મરનાર યુવતીનું આખું નામ ધારાબેન ભાણાભાઈ પરમાર છે, ગામના શૈલેશભાઈ કયાડાએ જણાવ્યું કે સંજય અને ધારાએ ભાગીને લગ્ન કર્યા હતા, જયારે તેઓ ભાગ્યા ત્યારે ધારાનાપિતાનું એટેકથી મોત નીપજ્યું હતું. ધારાને એક મોટો ભાઈ છે. જયારે સંજયનો પરિવાર ખેતીકામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *