NATIONAL

લોકડાઉન ના નિયમો ને લઈ ને રાજ્યસરકાર ના જ એક મંત્રીએ જાહેર માં જે કર્યું તે જોઈ તમે પણ ચોંકી ઉઠસો…

ભુજઃ ગુજરાતમાં કોરોનાનો ભરડો વધી રહ્યો છે ત્યારે સરકાર લોકોને સતત સાવચેત રહેવા માટે આગ્રહ કરી રહી છે. સરકાર લોકોને જાહેરમાં ફરજિયાત માસ્ક અને સામાજિક અંતર જાળવવાનું કહી રહી છે ત્યારે ખુદ રાજ્ય સરકારના જ મંત્રીએ જાહેરમાં માસ્ક ન પેહરીને નિયમોના ધજાગરા ઉડાવ્યા છે.

ગુજરાત સરકારના રાજ્યમંત્રી વાસણ આહીર ભુજમાં જાહેર સ્થળ પર માસ્ક વિના ફરતા દેખાયા છે. કલેક્ટર અને અન્ય અધિકારીઓની હાજરીમાં જાહેર સ્થલ પર એક કાર્યક્રમમાં વાસણ આહીર માસ્ક વિના જોવા મળ્યા હતા.

 

 

ખુદ રાજ્યમંત્રી વાસણ આહીરે સોશિયલ મીડિયા પર જાહેર સ્થલ પર પોતાનો માસ્ક વિનાનો ફોટો પોસ્ટ કર્યો છે. એટલું જ નહીં કેટલાક વેપારીઓ આગેવાનો વાસણ આહીરને મળવા પહોંચ્યા હતા અને તેઓ પણ રાજ્યમંત્રીને અનુસરીને માસ્ક વિના જોવા મળ્યા હતા.

એક બાજુ સરકાર માસ્ક વિના બહાર ફરનારા લોકોને દંડ ફટકારી રહી છે તો બીજી બાજુ એક જવાબદાર વ્યક્તિ હોવા છતાં રાજ્યમંત્રી વાસણ આહીર જાહેરામાં જ આ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *