NATIONAL

લોકડાઉન 5ને લઈ ને આવ્યા મહત્વ ના સમાચાર ….

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં લોકડાઉન 5ની જાહેરાત કરશે.

નવી દિલ્હીઃ 31 મે બાદ પણ કોરોના વાયરસ સંક્રમણ ફેલાતુ રોકવા માટે લોકડાઉન ચાલુ રહેશે ? જેને લઈ અનેક પ્રકારની અટકળો થઈ રહી ચે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકડાઉન 5ને લઈ એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અને અટકળોને ફગાવી દીધી છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં લોકડાઉન 5ની જાહેરાત કરશે. ગૃહ મંત્રાલયના સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલને ખોટા ગણાવીને ગૃહ મંત્રાલયે કહ્યું કે, તેમાં કરવામાં આવેલા તમામ દાવા માત્ર અટકળો છે.

 

દેશમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે છેલ્લા 64 દિવસથી લોકડાઉન છે. હાલ લોકડાઉન 4 ચાલી રહ્યું છે, જેમાં છૂટછાટ આપવામાં આવી છે. આ લોકડાઉન 31 મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,51,767 પર પહોંચી છે. 4337 લોકોના મોત થયા છે અને 64,426 લોકો સ્વસ્થ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *