NATIONAL

લોકડાઉન 4 ના છેલ્લા દિવસે અમદાવાદ માટે આવ્યા મહત્વ ના સમાચાર

અમદાવાદમાં ચોથા લોકડાઉનનાં તબક્કામાં માત્ર બે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા. પણ હવે અનલોકનાં પહેલાં તબક્કામાં સરકારે મોટો નિર્ણય કરતાં અમદાવાદનાં તમામ બ્રિજ ખોલી દેવામાં આવ્યા છે. એટલે કે પૂર્વ અમદાવાદના લોકો સરળતાથી પશ્ચિમ અમદાવાદમાં જઈ શકશે. માત્ર બે બ્રિજ ચાલુ હોવાને કારણે અગાઉ લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી.

 

લોકડાઉન દરમિયાન અનલોક 1ને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાસ અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં શહેરમાં તમામ બ્રિજ ખોલી દેવા માટે મંજૂરી આપવામાં આવી છે. શહેરના કેટલાક વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.

દુકાનો – બજારો માઈક્રો- કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સવારે 8થી સાંજે 7 ચાલુ રહેશે. આવતીકાલથી અમદાવાદમાં BRTSની સેવા શરૂ થશે. સવારે 7થી સાંજના 7 સુધી ચાલશે. સરકારી- બિનસરકારી ઓફિસ સંપૂર્ણ સ્ટાફ સાથે કાર્યરત રહેશે. ઓફિસ- દુકાનના માલિક- કર્મચારીઓ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી આવી નહિ શકે. ન્યુ કલોથ માર્કેટ, કાપડ માર્કેટ, મસ્કતી માર્કેટ વગેરે જે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ન આવતા હોય તે ચાલુ રાખી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *