અમદાવાદ. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 4માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે અને એ માટે કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનના આધારે છૂટછાટ આપવામાં આવશે તેવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. આ માટે દરેક રાજ્યને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાનું કહેવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોનની યાદી જાહેર કરવામાં આવી છે.જેમાં 33 જિલ્લા અને 8 મહાનગરોમાં કન્ટેઇનમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવ છે. આ સેવાઓ સવારે 7થી બપોરના 4 સુધી જ ચાલુ રહેશે તેમ પણ રાજ્ય સરકારની ગાઈડલાઇનમાં જણાવવામાં આવ્યું છે.
