GUJARAT

લોકડાઉન 4.0 / કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા લોકો આવ્યા મહત્વ ના સમાચાર..

અમદાવાદ. કન્ટેઈનમેન્ટ ઝોનમાં પ્રતિબંધોમાં કોઈ વધારાની છૂટછાટ અપાઈ નથી. અહીં રહેતા શ્રમિકો, નોકરિયાતો, દુકાનમાલિકોને કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર નીકળવાની પરવાનગી નથી.
કન્ટેઈનમેન્ટ ઝોન
ખાડિયા, દરિયાપુર, શાહપુર, જમાલપુર, અસારવા, દાણીલીમડા, બહેરામપુરા, મણિનગર, સરસપુર, ગોમતીપુર, ગુલબાઈ ટેકરા (પશ્ચિમ અમદાવાદનો એકમાત્ર વિસ્તાર)
નાના-મોટા 7 હજાર ઉદ્યોગો ધમધમશે
લોકડાઉનના ચોથા ચરણમાં રાજ્ય સરકારે ઇન્ડસ્ટ્રીને શરૂ કરવા માટે છૂટ આપી દિધી છે. અમદાવાદમાં નાની મોટી મળીને કુલ 7 હજાર જેટલી ઇન્ડસ્ટ્રી આવેલી છે. જ્યારે તમામ ઇન્ડસ્ટ્રી કન્ટેઇન્ટમેન્ટ વિસ્તાર બહાર આવતી હોવાથી શરૂ થઇ જશે.
ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કારિગરોની અછત
આ અંગે વાત કરતા જીસીસીઆઇના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં નરોડા, ઓઢવ, વટવા, નારોલ, કઠવાડા અને ગુજરાત વેપારી મહામંડળની મળીને 7 હજાર કરતા વધારે ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. જેમાં મુખ્યત્વે કેમિકલ,ફાર્મા, ફૂડ, એન્જિનિયરિંગ, રોલીગ મીલ, ટેક્સટાઇલ અને પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રી આવેલી છે. આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અંદાજીત 6 લાખ મજૂરો વતન જતા રહેતા ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર કારિગરોની અછત પડી છે. આ ઉપરાંત ઓછાં કારિગરો સાથે ઇન્ડસ્ટ્રી શરૂ કરવામાં આવે તો કોસ્ટિંગ ઊંચુ આવે છે. જેના કારણે ઇન્ડસ્ટ્રી શરૂ કરવામાં થોડો સમય લાગશે.
20થી 25 ટકા ઇન્ડસ્ટ્રી ઓછાં વર્કર સાથે શરૂ થશે
જે ઇન્ડસ્ટ્રીમાં સ્થાનીક વર્કર કામ કરતા હતા તેઓ મોટા ભાગે કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં હોવાથી કામ પર આવી શકશે નહીં. પરંતુ સરકારે ઇન્ડસ્ટ્રીને શરૂ કરવાની છૂટ આપતા 20થી 25 ટકા ઇન્ડસ્ટ્રી ઓછાં વર્કર સાથે શરૂ થઇ જશે. ઉદ્યોગો અત્યારે તાકીદે કામ શરૂ કરવા માટે શ્રમિકોને શોધી રહ્યા છે.
કુલ મત્યુઆંક 555
શહેરમાં સતત બીજા દિવસે કોરોના વાઇરસથી વધુ 31 લોકોના મોત થવા સાથે કુલ મૃત્યુઆંક 555 થયો છે. આ ઉપરાંત સોમવારે શહેરના નવા 263 કેસ નોંધાયા હતા. સોમવારના 31 મૃતકમાં 18 પુરુષ અને 13 સ્ત્રીનો સમાવેશ થાય છે. મૃતકોમાં સૌથી વધુ 7 ખાડિયા વોર્ડના હતા. 17 વર્ષની એક તરૂણીનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું. આ ઉપરાંત 50 વર્ષથી ઓછી વયના 4 અને 50 વર્ષથી વધુ વયના 27 મૃતકોનો સમાવેશ થાય છે. પશ્ચિમ અમદાવાદમાં આવેલા ચાંદલોડિયા, મકમપુરા અને ચાંદખેડામાં 5 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા.
ગોમતીપુરમાં 3-3 લોકોના મૃત્યુ થયા
મ્યુનિ. કોર્પોરેશન આંકડા છુપાવવા બે દિવસથી કોરોનાના દર્દીઓની યાદી જાહેર કરતું નથી. પરંતુ હકીકત એ છે કે બે દિવસથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સોમવારે મક્તમપુરા, જમાલપુર અને ગોમતીપુરમાં 3-3 લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત મણિનગર, રખિયાલ, સરસપુર, અસારવા અને દાણીલીમડામાં પણ 2-2 લોકો મૃત્યુ પામ્યા હતા. દરિયાપુર, વટવા, ચાંદલોડિયા, ઓઢવ, બહેરામપુરા, કુબેરનગર અને ચાંદખેડાના લોકો પણ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા. આ બધા વચ્ચે મંગળવારથી પશ્ચિમ અમદાવાદમાં દુકાનો-ઓફિસો શરૂ કરવાની શરતી છૂટ અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *