NATIONAL

લૉકડાઉન 4.0 / 31 મે સુધી લોકડાઉન લંબાવવામા આવ્યું, જાણો ક્યાં શહેર માં અને કેટલી હદે મળશે છૂટછાટ.. જાણો શુ છે સરકાર ની પુરી વ્યૂહરચના

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્તરાં અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લે. રેસ્તરાંમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. તે સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે. હવે કોરોના કેસ પ્રમાણે કયો વિસ્તાર રેડ, ગ્રીન કે ઓરેન્જ ઝોનમાં છે તે નક્કી કરવાની સત્તા કેન્દ્ર સરકારે રાજ્યોને આપી છે.

નવા આદેશ પ્રમાણે શું બંધ રહેશે
– મેડિકલ સર્વિસ સિવાયની દરેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ
-મેટ્રો સર્વિસ, સ્કૂલ, કોલેજ
– હોટલ, રેસ્તરાં, સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ
– દરેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો
-ધાર્મિક સ્થળો બંધ રહેશે.
– સાંજે સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી બહાર ન નિકળવાનો પ્રતિબંધ યથાવત છે.
અમુક છૂટ સાથે નીચે મુજબની ગતિવિધિઓ શરૂ થઇ શકશે
-રાજ્યો વચ્ચે સહમતિ સાથે પેસેન્જર વાહન અને બસ સેવા શરૂ કરી શકાશે
– હવે રાજ્ય સરકાર એ નક્કી કરી શકશે કે કયો વિસ્તાર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે.
-કન્ટેન્મેન્ટ ઝોનમાં માત્ર જરૂરિયાતની સર્વિસ ચાલુ રાખવાની મંજૂરી મળશે.

આ પહેલા રવિવારે લોકડાઉનનો ત્રીજો ફેઝ ખતમ થવાના છ કલાક પહેલા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો પત્ર લખીને લોકડાઉન 14 દિવસ વધારવા માટે કહ્યું છે. આજે રાત્રે 9 વાગ્યે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલાજ 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *