INTERNATIONAL

ભારત સામે બાંયો ચઢાવવી પાકિસ્તાનને પડી ભારે, ખુદની જ દવા કંપનીઓએ આપી ચેતવણી જાણો શુ છે પૂરો મામલો

પાકિસ્તાન ભારત સાથે દુશ્મની નિભાવવામાં ખુદ જ તમામ મુશ્કેલીઓમાં ફસાઇ રહ્યું છે. ઑગષ્ટ મહિનામાં નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરનો વિશષ દરજ્જો ખત્મ કર્યો તો પાકિસ્તાને ભારતની સાથે વેપાર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવાનો આત્મઘાતી નિર્ણય લીધો હતો. કોરોના વાયરસ મહામારીનાં સમયમાં પાકિસ્તાનની જ દવા કંપનીઓ પોતાની સરકારને ભારતથી આયાત પર પ્રતિબંધ કરવાને લઇને ચેતવી રહી છે.

પ્રતિબંધ લગાયાનાં થોડાક દિવસ બાદ જ દવાઓની આયાતની પરવાનગી

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનમાં ભારતથી દવાઓની આયાતને લઇને હંગામો મચ્યો છે. ભારતથી વેપાર પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનાં કેટલાક દિવસ પછી જ પાકિસ્તાને જીવન જરૂરી દવાઓની આયાતની પરવાનગી આપી દીધી હતી. જો કે જીવન જરૂરિયાત દવાઓની આડમાં ભારતથી વિટામિન્સથી લઇને સરસીયાનું તેલ પણ મંગાવવામાં આવવા લાગ્યું. જ્યારે આ વાત સામે આવી તો પાકિસ્તાનની સરકાર પર પ્રશ્નો ઉઠ્યા.

દવા કંપનીઓએ કહ્યું – ભારત પર નિર્ભર, પ્રતિબંધ ના લગાવવામાં આવે

વિવાદ વધતા પાકિસ્તાનની સરકારે તપાસનાં આદેશ આપ્યા છે. જો કે પાકિસ્તાન સરકારની સંભવિત કાર્યવાહીને લઇને ત્યાંની ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચ્યો છે. પાકિસ્તાનનાં ફાર્મા મેન્યુફેક્ચરિંગ એસોસિએશને સરકારને ચેતવણી આપી છે કે ભારતનાં કાચા માલ પર ભારે નિર્ભરતા જોતા આના પર પ્રતિબંધનું પગલું ના ઉઠાવવામાં આવે.

પાકિસ્તાનને ભોગવા પડશે ખરાબ પરિણામો

એસોસિએશને કહ્યું કે જો આવું થાય છે તો દવાઓનાં ઉત્પાદનમાં 50 ટકાનું નુકસાન ઉઠાવવું પડશે. આનાથી ના ફક્ત પાકિસ્તાનમાં દવાઓની તંગી થશે, પરંતુ કોરોના વાયરસથી દેશની લડાઈ પણ નબળી થશે. ફાર્મા એસોસિએશનનાં વાઇસ ચેરમેન સૈય્યદ ફારૂક બુખારીએ કહ્યું કે જ્યારે દેશમાં કોરોના વાયરસનાં દર્દી વધી રહ્યા છે ત્યારે કેન્દ્રિય કેબિનેટે ભારત અથવા કોઈપણ દેશથી દવાઓ અમને તેના માટે જરૂરી કાચા માલની આયાતને બેન કરવા જેવો નિર્ણય ના લેવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *