કોરોના સંકટમાં 20 લાખ કરોડના સરકારી પેકેજમાંથી ગુજરાતને શું મળશે તે પ્રશ્ન દરેક ગુજરાતીને થતો હોય. ત્યારે ગુજરાતમાં સર્જિકલ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગથી લઈને ઘણા ચાવીરૂપ ઉદ્યોગો આવેલા છે. ખેડૂતો ખરાજ પણ મત્સ્ય ઉદ્યોગ પશુપાલન વગેરેને પણ સમાવેશ થાય છે ત્યારે ગુજરાતી વેપારીઓની આંખ પણ સરકારના 20 લાખ કરોડના આર્થીક પેકેજ પર મંડાણી છે કે એમને તેમાંથી શું મળશે.
વિશ્વભરમાં કોરોના નામની મહામારી વિનાશ વેરી રહી છે ત્યારે ભારતમાં પણ કોરોનાએ તબાહી મચાવી છે. 3-3 લોકડાઉન બાદ પણ કોરોના બેકાબુ બનીને વધી રહ્યો છે ત્યારે ગઈકાલે વડાપ્રધાન મોદીએ કોરોનાના કહેરમાં આત્મનિર્ભર બનવા માટે 20 લાખ કરોડનું આર્થીક પેકેજ જાહેર કર્યુ છે. ભાંગી પડેલા વેપાર-ધંધા અને ઉદ્યોગોને બેઠા કરવા સરકાર આ પેકેજ જાહેર કરી રહી છે ત્યારે ગુજરાતમાં કોરોનાએ તબાહી ફેલાવી છે. તો ગુજરાતને આર્થીક પેકેજમાંથી શું મળશે તે દરેક ગુજરાતીને મન પ્રશ્ન હોય.
ગુજરાતમાં કોરોના સંકટના વાદળો બહું ઘેરા ઘુંટાયા છે. લોકડાઉનના 3-3 તબક્કા બાદ પણ શહેરોમાં કોરોના બેકાબૂ બન્યો છે. ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં તો કોરાનાએ કાળો કહેર વરસાવ્યો છે. સાથે જ સુરત, વડોજરા, ગાંધીનગર, ભાવનગરમાં પણ કોરોનાએ આતંક મચાવ્યો છે. ત્યારે આ આર્થિક પેકેજમાં ગુજરપાત માટે શું હસે તેની ઈંતજારી છે.
ગુજરાતમાં કોને કોને મળશે આર્થિક પેકેજ
● સર્જિકલ ઉદ્યોગને મળી શકે છે પેકેજ
● સુરતમાં હિરા ઉદ્યોગ માટે ફાળવાશે રકમ
● સુરત કાપડ ઉદ્યોગ માટે પણ પેકેજ જાહેર થઈ શકે
● ખેડૂતો માટે પેકેજ જાહેર થશે
● મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન માટે પણ પેકેજ
● નાના-નાના ઉદ્યોગોને મળી શકે છે સહાય
● ગૃહ ઉદ્યોગ, લઘુઉદ્યોગોને મળે પુશ-અપ
● દવા બનાવતી કંપનીઓને પણ મળી શકે છે પેકેજ
● નાના વેપારીઓ માટે ખાસ જોગવાઈ