NATIONAL

લોન વાળા લોકો માટે ખીશ ના સમાચાર RBIની મોટી જાહેરાત

કોરોના વાયરસથી ધ્વસ્ત અર્થતંત્રને એક બુસ્ટર ડોઝ આપવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ રેપો રેટમાં વધુ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રેપો રેટમાં 40 બેસીઝ પોઇન્ટનો ઘટાડો કરી દીધો છે ત્યારબાદ નવો રેટ 4% થઇ ગયો છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. કોરોનાના લોકડાઉન બાદથી આ ત્રીજી વખત આરબીઆઈએ રાહતની જાહેરાત કરી છે. સૌપ્રથમ 27મી માર્ચ અને ત્યારબાદ 17મી એપ્રિલના રોજ RBIએ કેટલાંય પ્રકારની રાહતોની જાહેરાત કરી હતી. જેમાં EMI મોરાટોરિયમ જેવી મોટી જાહેરાત કરાઇ હતી. બીજી વખત RBI એ NABARD, SIDBI અને NHBને 50000 કરોડ રૂપિયાનું રીફાઇનાન્સિંગ કરવાની જોગવાઇ કરી હતી.

લોનનો હપ્તો ચૂકવનાર ગ્રાહકો માટે આરબીઆઈએ કરી ફરી મોટી જાહેરાત, બીજા ત્રણ મહિના સુધી છૂટમાં વધારો કર્યો. એટલે કે 1 જૂન થી 31મી ઓગ્સ્ટ સુધી લોનનો હપ્તો ચૂકવવામાં રાહત મળી. એટલે કે તમે જેટલાં મહિના સુધી લોનનો હપ્તો ચૂકવવામાં રાહત મેળવશો તેટલાં મહિના પાછળ તમારે ભરવાપાત્ર બનતા હપ્તામાં વધારો થશે.

RBI ગવર્નરની મોટી વાતો

– પહેલાં ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ 2020-21મા નેગેટિવ રહેશે. જો કે વર્ષના બીજા ભાગમાં ગ્રોથમાં થોડીક તેજી જોવા મળી શકે છે.
– રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નહીં
– લોકડાઉનથી આર્થિક ગતિવિધિઓમાં મોટો ઘટાડો, છ મોટા ઔદ્યોગિક રાજ્યો વધુ રેડઝોનમાં રહ્યા
– માર્ચમાં કેપિટલ ગુડઝના ઉત્પાદનમાં 36%નો ઘટાડો
– કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના પ્રોડકશનમાં 33 ટકાનો ઘટાડો
– ઔદ્યોગિક ઉત્પાદનમાં માર્ચમાં 17 ટકાનો ઘટાડો
– મેન્યુફેકચરિંગમાં 21 ટકાનો ઘટાડો. કોર ઇન્ડસ્ટ્રીઝના આઉટપુટમાં 6.5 ટકાનો ઘટાડો
– ખરીફની વાવણીમાં 44 ટકાનો વધારો થયો છે
– ખાદ્ય ફુગાવો ફરી એપ્રિલમાં વધીને 8.6 ટકા રહ્યો
– 2020-21માં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 9.2 અબજ ડોલરનો વધારો નોંધાયો. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર અત્યારે 487 બિલિયન ડોલરનું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *