INTERNATIONAL

ભારતીયો અને પાકિસ્તાનીઓનો સૌથી વધારે ભોગ લેશે કોરોના વાયરસ, UKની સ્ટડીમાં દાવો

બ્રિટનની સ્ટેટેસ્ટિક ઑફિસનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. કાર્યાલયે કહ્યું કે, ગોરા લોકોની તુલનામાં ભારતીયો, બાંગ્લાદેશીઓ, પાકિસ્તાનીઓ અને અશ્વેત લોકોનાં કોરોના વાયરસનાં કારણે વધારે મોત થાય તેવી સંભાવના છે. આ સંભાવના એડજસ્ટેડ મૉડલને ધ્યાનમાં રાખીને વ્યક્ત કરવામાં આવી છે. આ મૉડલ કોઈ દેશની વિશિષ્ટ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આંકડા તૈયાર કરવામાં આવે છે.

ગોરા લોકોની તુલનામાં વધારે ખતરો

બ્રિટિશ સ્ટેટેસ્ટિક કાર્યલયે કહ્યું કે, સામાજિક-આર્થિક કારણોને ધ્યાનમાં રાખતા સ્પષ્ટ રીતે એ જોવામાં આવ્યું છે કે અલગ અલગ જાતિનાં સમૂહોનાં લોકોમાં Covid-19નો ખતરો અલગ અલગ હતો. રાષ્ટ્રિય સ્ટેસ્ટિક કાર્યલયે કહ્યું કે, “ગોરા લોકોની તુલનામાં બાંગ્લાદેશી, પાકિસ્તાની, ભારતીય અને કેટલાક મળતી નસ્લોવાળાને કોરોના વાયરસથી મોતનો ખતરો વધારે છે.

અશ્વેત પુરૂષોનાં મોતનો આંકડો 4.2 ગણો વધારે

કોરોના વાયરસ પર સ્ટડી કરનારા વૈજ્ઞાનિકોએ જોયું કે આંકડામાં અનેક પ્રકારનું અંતર હતુ જે ખાસ રીતે ઓછી ઉંમર, લિંગ અને જાતિ પર આધારિત હતુ. આ તમામનાં મૃત્યુદરમાં પણ અતંર હતુ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અનેક કેસોમાં જેનેટિક્સ ઘણું મહત્વ રાખે છે. તે બીમારીને પહોંચી વળવા દવા અથવા વેક્સિનનો રસ્તો પણ શોધી લે છે. સ્ટેસ્ટિક કાર્યાલયે જોયું કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય પાયાની ચીજોનાં અભાવમાં ગોરા લોકોનાં મુકાબલે અશ્વેત પુરૂષોનાં મોતનો આંકડો 4.2 ગણો વધારે હતો. તો ગોરી મહિલાઓની સંખ્યામાં અશ્વેત મહિલાઓની સંખ્યા 4.3 ગણી વધારે હતી.

મિશ્રિત નસ્લવાળા લોકોમાં પણ સમાન ખતરો

એડજસ્ટેડ મૉડલમાં જાણવા મળે છે કે કોરોના વાયરસથી મરનારાઓમાં ગોરી પ્રજાતિની તુલનામાં અશ્વેત પુરુષો અને મહિલાઓનાં મોતની સંભાવના 1.9 ગણી વધારે હતી. સ્ટેસ્ટિક કાર્યલયનાં એડજસ્ટેડ મૉડલ પ્રમાણે, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનાં પુરુષોની મોતની સંભાવના 1.8 ગણી વધારે છે. કાર્યાલયે કહ્યું કે ચીન અને મિશ્રિત નસ્લવાળા લોકોમાં પણ સમાન ખતરો છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના એક દર્દીનો વીડિયો વાયરલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *