NATIONAL

ભારતમાં વધતા જતા કોરોના ના કેસ ને જોઈ ને અમેરિકા ના એક પ્રોફેસર એ કર્યો મોટો દાવો

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી વધી રહેલ કોરોનાના કેસની વચ્ચે અમેરિકાના પ્રોફેસર અને રિસર્ચર ભ્રમર મુખર્જીએ મોટો અંદાજ લગાવ્યો છે. આ અંદાજ ચોંકાવનારો પણ છે અને ડરામણો પણ છે. અંદાજ છે કે, જુલાઈમાં ભારતમાં કોરોનાના કેસ 5 લાખને પાર થઈશકેછે. ભ્રમર મુખર્જીએ ભારતમાં લોકડાઉન અને કોરોના નિયંત્રણ પર આધારિત 43 પાનાના રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં ભારતમાં કોરોનાને લઈને આંકલન કરવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિ અનુસાર જુલાઈની શરૂઆત સુધી ભારતમાં કોરોનાના 5 લાખ કેસ સામે આવી શકે છે.

20થી 25 મે સુધીના આંકડા જાણોભ્રમર મુખર્જીએ આ આંકલનને સમજાવવા માટે છેલ્લા 5 દિવસ એટલે કે 20થી 25 મે સુધીના કોરોનાના નવા કેસ સાથે જોડાયેલ આંકડા જાણવા ખૂબ જ જરૂરી છે.

એટલે કે 20થી 25 મેની વચ્ચે દરરોજ સરેરાશ 6200 નવા કેસ સામે આવ્યા છે. જો આ રીતે કેસ વધતા રહેશે તો 26મેથી 1 જુલાઈની વચ્ચે એટલે કે 36 દિવસમાં અંદાજે 2,32,200 નવા કોરોનાના કેસ સામે આવી શકે છે. જો 25 સુધી કોરોનાના કુલ કેસને જોડવામાં આવે તો 1 જુલાઈ સુધી કોરોનાના દર્દીની સંખ્યા 3,62,045 પર પહોંચી જશે.

26 મેથી દરરોજ કોરોનાના સરેરાશ 10 હજાર કેસ આવવાનો અંદાજ
26 મેથી દરરોજ કોરોનાના સરેરાશ 10,032 કેસ સામે આવશે. એટલે કે 1 જુલાઈ સુધી કુલ કોરોના દર્દીની સંખ્યા અંદાજે 5 લાખ પહોંચી જશે. સ્થિતિ વધારે ખરાબ થશે તો ભારતમાં વધુમાં વધુ 21 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે .

ભ્રમર મુખર્ચીના રીપોર્ટમાં જરૂરી વાત એ છે કે તેને 14 એપ્રિલ સુધીના આંકડાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. ભારતમાં લોકડાઉનના ત્રીજા તબક્કા દરમિયાન ભ્રમર મુખર્જીના રીપોર્ટનું રિવીઝન ચાલી રહ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *