GUJARAT SURAT

સુરતમાં વધતા જતા કોરોના ના કેસને લઈને આરોગ્ય સચિવ જયંતિ રવિ એ આપ્યા આ રાહત ના સમાચાર…જાણો વિગતવાર

સુરત. શહેરમાં વધી રહેલા કોરોના પોઝિટિવના કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્યવિભાગના અગ્રસચિવ ડો જયંતિ રવિએ સુરતમાં ધામા નાખ્યા છે. છેલ્લા ત્રણેક દિવસથી વિવિધ વિસ્તારોમાં મુલાકાત લેવાની સાથે આરોગ્ય સચિવ દ્વારા મુગલીસરા ખાતે આવેલા મહાનગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં જયંતિ રવિએ કહ્યું કે લોકોએ પલ્સ ઓક્સિમિટર વસાવવા અપીલ છે, સાથે જ હાલમાં નવા 650 બેડમાં 180 આઈસીયુ સાથેની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.એનજીઓ સાથે પણ મિટીંગ રાખવામાં આવી હતી. જેમાં લોકો સાથ સહકાર આપી રહ્યાનું કહ્યું છે. લોકોમાં કોરોના અંગે શંકા હોય તો 104 નંબરનો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે.

વીડિયો કોન્ફરન્સથી મિટીંગ કરાઈ
જયંતિ રવિએ પત્રકારોને વીડિયો કોન્ફરન્સથી મિટીંગ દ્વારા સંબોધતા કહ્યું કે, લોકોએ 600થી 700 રૂપિયાની કિંમતના ઓક્સિમિટર વસાવવા જોઈએ.કોઈને ચાલવામાં અથવા કફ હોય તેમજ ઓછા લક્ષણો જણાય તો પણ તે કોરોનાના લક્ષણ છે. 650 બેડમાં 180 આઇસીયુની સુવિધા કરવાની તૈયારી ચાલી રહી છે.સરકારની ગાઈડ લાઈનની જાહેરાત કરાશે
જયંતિ રવિએ કહ્યું કે, જો કોઈને કોરોના અંગે શંકા હોય તો 104 નો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.પાટીદાર સમાજની વાડીમાં મિટિંગ કરાઈ હતી.એક બે સમાજ તરફથી તૈયારી બતાવવામાં આવી છે. આઇસોલેશન વોર્ડ ઉપલબ્ધ કરાવવા આગળ આવ્યા છે.હોમ આઇસોલેશનની વ્યવસ્થા છે.ગંભીર દર્દીઓ માટે સરકારી કોવિડ હોસ્પિટલ છે.જો કોઈ દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા માંગતા હોય તે માટે લિંક પણ કરવામાં આવ્યું છે.350 લોકો હોમ આઇસોલેશન હેઠળ જોડાયા છે.લોકો હોમ આઇસોલેશન અપનાવે તો તેમના માટે પણ યોગ્ય છે.ભારત સરકાર તરફથી એસઓપીની ગાઈડ તૈયાર કરવામાં આવી રહી છે. જે અઠવાડિયામાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયા બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે તેમ વધુમાં જયંતિ રવિએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *