દેશમાં કોરોના વાયરસનાં વધતા કેસોએ સૌને ચિંતામાં મુકી દીધા છે. શુક્રવારનાં દેશમાં પહેલીવાર કોરોનાનાં 6654 નવા કેસ સામે આવ્યા. કોરોનાનાં નવા કેસ આવતાની સાથે દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,25,101 થઈ ગઈ છે. શુક્રવારનાં કોવિડ-19થી 137 લોકોનાં મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 3,720 લોકોનાં મોત થઈ ચુક્યા છે. ભારતમાં કોરોના વાયરસનાં વધતા કેસોને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતનાં 7 રાજ્યોમાં લૉકડાઉનમાં છૂટ ના આપવાની સલાહ આપી છે.
5 ટકાથી વધારે કોરોના સંક્રમિત દર્દી છે ત્યાં લૉકડાઉન ચાલું રહેવું જોઇએ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાણા, ચંદીગઢ, તમિલનાડુ અને બિહારમાં છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન જે પ્રકારે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારબાદ અહીં લોકડાઉન ચાલું રાખવાની જરૂર છે. WHOએ સલાહ આપી છે કે જે રાજ્યોમાં 5 ટકાથી વધારે કોરોના સંક્રમિત દર્દી છે ત્યાં લૉકડાઉન ચાલું રહેવું જોઇએ.
WHOનાં માપદંડોથી વધારે કોરોનાનાં કેસ સામે આવ્યા
જૉન્સ હૉપકિન્સ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે અમેરિકામાંથી ફક્ત 50 ટકા રાજ્યોથી જ લોકડાઉન હટાવવામાં આવી શકે છે. આ પ્રકારનાં ભારતનાં 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 21 ટકા આ શ્રેણીમાં આવે છે. ગત 7 મેનાં આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં 18 ટકા, ગુજરાતમાં 9 ટકા, દિલ્હીમાં 7 ટકા, તેલંગાણામાં 7 ટકા, ચંદીગઢમાં 6 ટકા, તમિલનાડુમાં 5 ટકા અને બિહારમાં 5 ટકા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ તમામ રાજ્યોમાં WHOનાં માપદંડોથી વધારે કોરોનાનાં કેસ સામે આવ્યા છે.
WHOની સલાહ આખા રાજ્યમાં લાગુ નથી થતી
જો કે WHOની સલાહ આખા રાજ્યમાં લાગુ નથી થતી કેમકે રાજ્યોનાં કેટલાક જિલ્લા જ કોરોનાથી સંક્રમિત છે. રાજ્યોનાં હૉટસ્પોટ વિસ્તારોમાં લૉકડાઉન સખ્ત કરવામાં આવી શકે છે. લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવ્યા છતા WHO તરફથી એક સંકેત આપવામાં આવે છે જેમાં રાજ્યોને જણાવવામાં આવે છે કે ક્યાં સંક્રમણ વધારે ફેલાઈ શકે છે અને તેને કઇ રીતે ઓછું કરી શકાય છે.