અનલોક-2 બાદ રાજ્યમાં કોરોનાના આંકડા માં ચિંતાજનક વધારો આવી રહ્યાં છે. આજે રાજ્યમાં એક દિવસમાં નોંધાતા આંકડાઓમાં સૌથી વધારે કેસ આજે નોંધાયા છે. આજે પણ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસોનો આંકડો 700 પાર થઈ ગયો છે. સુરતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપ થી વધી રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 725 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 18 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 1945 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 36,123 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 486 દર્દીઓ સ્વસ્થ થયાં છે.
આજે નોંધાયેલા કુલ 712 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 218 અને જિલ્લામાં 36 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 162 અને જિલ્લામાં 15 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 56 અને જિલ્લામાં 8 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 10 અને જિલ્લામાં 32 કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 72 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 8206 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 25,900 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1945 થયો છે.