- અમદાવાદમાં 274, વડોદરામાં 25, સુરતમાં 25, મહેસાણામાં 21, મહીસાગરમાં 10 કેસ નોંધાયા
- બનાસકાંઠામાં 7 ગાંધીનગરમાં 3, બોટાદમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3 કેસ નોંધાયા
- પાટણ, દાહોદ, અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા
- અમદાવાદમાં 23, સુરતમાં 2, વડોદરા, ગાંધીનગર અને આણંદમાં 1-1ના મોત
- અત્યાર સુધીમાં 80 હજાર 60 ટેસ્ટ કર્યાં, જેમાં 5445ના રિપોર્ટ પોઝિટિવ અને 74632ના રિપોર્ટ નેગેટિવ
- કુલ 5449 દર્દીમાંથી 31 વેન્ટીલેટર પર, 4065ની હાલત સ્થિર, 1042 સાજા અને 290ના મોત
ગાંધીનગર. રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં સતત પાંચમા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં નવા ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કલોલ નજીકના વડસર એરફોર્સ સ્ટેશનમાં એક જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં એકસાથે નવા 17 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5449 થઇ છે, જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 290 પહોંચ્યો છે અને કુલ 1042 દર્દીઓ સાથા થઇ ઘરે પરત ફર્યા છે. નોંધનીય છેકે, આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સતત પાંચમાં દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજથી ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટો સાથે લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થશે.
ફના કોરોનાગ્રસ્ત સભ્ય માટે બેડની વ્યવસ્થા ન કરતા GCRIના ડાયરેક્ટર સસ્પેન્ડ
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ.શશાંક પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટાફના 8થી વધુ સભ્યો કોરોના પોઝિટિવ હોવા છતાં તેમના માટે દવાઓ કે પલંગની વ્યવસ્થા ન કરી હોવાથી શશાંક પંડ્યાને સસ્પેન્ડ કર્યાં છે.
ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલેઃ મુખ્યમંત્રીના સચિવ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં. આ નિર્ણયને પગલે અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે.
ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર, ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે
આ નિર્ણય અંતર્ગત ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન-ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે. ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અને ટેક્સી સેવાઓ ડ્રાઈવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે. ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ શકશે તેમજ ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે.
કુલ 5,428 દર્દી , 290ના મોત અને 1042 ડિસ્ચાર્જ((સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ))
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 3817 | 208 | 533 |
વડોદરા | 350 | 25 | 146 |
સુરત | 686 | 30 | 156 |
રાજકોટ | 58 | 01 | 18 |
ભાવનગર | 53 | 05 | 21 |
આણંદ | 74 | 06 | 34 |
ભરૂચ | 27 | 02 | 21 |
ગાંધીનગર | 70 | 03 | 14 |
પાટણ | 22 | 01 | 12 |
નર્મદા | 12 | 00 | 10 |
પંચમહાલ | 38 | 03 | 05 |
બનાસકાંઠા | 36 | 01 | 14 |
છોટાઉદેપુર | 14 | 00 | 10 |
કચ્છ | 07 | 01 | 05 |
મહેસાણા | 32 | 00 | 07 |
બોટાદ | 30 | 01 | 3 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 07 | 00 | 02 |
ખેડા | 09 | 00 | 02 |
ગીર-સોમનાથ | 03 | 00 | 03 |
જામનગર | 01 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 01 |
સાબરકાંઠા | 03 | 00 | 03 |
મહીસાગર | 33 | 00 | 06 |
અરવલ્લી | 20 | 01 | 08 |
તાપી | 02 | 00 | 00 |
વલસાડ | 06 | 01 | 02 |
નવસારી | 08 | 00 | 02 |
ડાંગ | 02 | 00 | 00 |
દેવભૂમિ દ્વારકા | 02 | 00 | 00 |
સુરેન્દ્રનગર | 01 | 00 | 01 |
કુલ | 5428 | 290 | 1042 |