મુંબઈ. ભાસ્કરના પત્રકાર મુંબઈથી બનારસની સફર માટે નીકળ્યા છે. એ જ રસ્તાઓ પર જ્યાંથી લોકો પોત પોતાના ગામ તરફ જવા માટે નીકળી ગયા છે. ખુલ્લા પગે, પગપાળા, સાઈકલ, ટ્રક અથવા ગાડીઓ ભરી ભરીને. કોઈ પણ હાલમાં આ લોકો પોતાના ઘરે પહોંચવા માંગે છે, છેલ્લા કપરી ઘડીમાં આપણે ઘરે જ તો જઈએ છીએ. અમે આ જ રસ્તાઓની કહાનીઓ તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ.
છઠ્ઠા સમાચાર, ઈન્દોર-દેવાસ હાઈવેથી
અમે દેવાસ બાયપાસ ટોલ પ્લાઝા પાર કરતાની સાથે ખરા તાપમાં એક વ્યક્તિને જોયો તે દૂરથી હાથથી ઈશારો કરી રહ્યો હતો. પાસે ગયા તો ખબર પડી કે તે એ તરફ જવાનો ઈશારો કરી રહ્યો છે, જે બાજુ સાચો રસ્તો છે.
દેવાસના રહેવાસી રફીક સવારે દેવાસ બાયપાસની આગળના ફ્લાયઓવર બ્રિજ પર સવારે વહેલા આવીને લગભગ 11 વાગ્યા સુધી અને પછી સાંજે 4 વાગ્યે ફરી આવીને લોકોને રસ્તો દેખાડવાનું કામ કરીએ છીએ. તેમણે જણાવ્યું કે, કડક તાપમાં રહેવાના કારણે તરસ લાગી જાય છે એટલે મોટરસાઈકલના હેન્ડલમાં એક થેલીમાં પાણીની બોટલ ભરીને રાખીએ છીએ.
રફીક સાથે અમે વાત કરી રહ્યા હતા કે અમે રોન્ગ સાઈડ બાઈક પર આવતા અનિલ જાધવ જોવા મળ્યા. અનિલ જાધવનું એ વિસ્તારમાં થોડેક દૂર ખેતર છે. અનિલ ડ્યૂટી પર તહેનાત પોલીસકર્મીઓને કાકડી આપે છે. કહેતા હતા કે હું આમને(રફીક)ને છેલ્લા 4-5 દિવસોથી અહીંયા ઊભા રહીને લોકોને સાચો રસ્તો દેખાડતા જોઈ રહ્યો છું. આજે હું આમને કાકડી આપવા માટે આવ્યું છે કારણ કે તે ખુબ સારી કામગીરી કરી રહ્યા છે.
વાતો વાતોમાં રફીકે જણાવ્યું કે, આ રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે. એટલા માટે તેમને લાગે છે કે કોરોનાવાઈરસના કારણે શહેર છોડીને ગામ તરફ જતા લોકોની કોઈ રીતે સેવા કરવામાં આવે. અને મેં તેમને સાચો રસ્તો બતાવવાનું કામ શરૂ કરી દીધું.
મારા ગોલૂનું શું થશે, એ તો બોલી પણ શકતો નથી. આઝમગઢમાં તેને ભણાવી શકું એવી શાળા પણ નથી.
દેવાસ બાયપાસ ટોલ નાકાથી પસાર થઈ રહ્યા હતા કે તેમની નજર ત્યાં ઊભેલી મહારાષ્ટ્ર નંબર MH-01-સીઆર-8408 પર પડી હતી.ત્યાં મારી મુલાકાત નવી મુંબઈમા નેરુલમાં રહેતા બે પરિવાર સાથે થઈ હતી. અહીંયા અમને 16 વર્ષનો ગોલૂ ચૌહાણ મળ્યો હતો.તે સાંભળી નહોતો શકતો અને ન તો બોલી શકતો હતો. ગોલૂ તેની માતા સાથે આઝમગઢ જઈ રહ્યો છે.
