ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં લોકડાઉન દરમિયાન પણ શમીને સતત ટાર્ગેટ કરી રહી છે. સતત ટ્રોલ અને વિવાદોમાં રહેવા છતાં પણ હસીન જહાં સતત તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો પોસ્ટ કરી રહી છે. જેના કારણે ઘણા યુઝર્સ તેના પર ભડકી રહ્યા છે.
ત્યારે હવે હસીન જહાંએ વધુ એક ન્યૂડ તસવીર પોસ્ટ કરી છે જે હાલ ચર્ચામાં છે. હસીન જહાંની આ તસવીરે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. આ ન્યૂડ તસવીરની ખાસ વાત એ છે કે તેમાં હસીન જહાં મોહમ્મદ શમી સાથે નજરે આવી રહી છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2018માં બંને વચ્ચે ત્યારે વિવાદ શરૂ થયો હતો જ્યારે શમીની પત્ની હસીન જહાંએ શમી પર મેચ ફિક્સિંગ અને બીજી યુવતીઓ સાથે સંબંધ રાખવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ આરોપો બાદ શમીને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જો કે, અત્યાર સુધી શમી પર લાગેલ આ આરોપ સાચા સાબિત થયા નથી.
હસીન જહાં હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ છે. તેને એક દિવસ પહેલા એક જૂની બોલ્ડ અને ન્યૂડ તસવીર પોસ્ટ કરી જેમાં મોહમ્મદ શમી પણ નજરે આવી રહ્યો છે. આ તસવીરે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. યુઝર્સ હસીન જહાંની આ પોસ્ટ પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા તો અભદ્ર કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારે કેટલાક આ તસવીરને એડિટેડ ફોટો ગણાવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે તસવીર પોસ્ટ કરી હસીન જહાંએ મોહમ્મદ શામીને ટાર્ગેટ કરતા કેપ્શન પણ લખ્યું છે. તસવીરમાં બંને કપડાં વગર દખાઈ રહ્યા છે.