RAJKOT

ભારે વરસાદ વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોલીસ ઓફિસરે લોકોનું જીવન બચાવ્યું, માનવતા દર્શાવતો આ વિડિયો થયો વાઈરલ, જુઓ વિડિયો

સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજ ધમાકેદાર વરસી રહ્યા છે. ગુજરાતમાં પડેલા આ ધમાકેદાર વરસાદના લીધે મોટા ભાગના ડેમો પાણીથી ભરાઇ ગયા છે.

સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 17.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આવા સમયમાં પોલીસ લોકો માટે દેવદૂત બનીને સામે આવી રહ્યા છે.

ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લા ની પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઘૂંટણ સમા પાણીમાં પણ પોલીસ વાન લોકોને બચાવવા માટે જઇ રહી છે. રાજકોટ – નાનામવા ફિલ્ડ મર્સલ રોડ પરનો પોલીસ જીપનો વીડિયો વાયરલ થયો છે.

એનડીઆરએફની ટીમ તથા પોલીસ જવાનો લોકોને બચાવવા માટે તત્પર રહે છે એવામાં રાજકોટના પીઆઇ જે.વી ધોળા નો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ કોઈ સોસાયટી દ્વારા પાણી ભરાવાની ખબર મળતા માથા સુધી પાણી ભરેલા હોવા છતાં જીપ લઇ ને તે સ્થળ સુધી ગયા હતા

જુઓ વિડિયો :

પાણી ભરાયા હોવાની ફરિયાદ મળતા સોસાયટીઓમાં લોકોને બચાવવા પોલીસ પહોંચી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.વી.ધોળાની પોલીસ જીપનો વીડિયો વાયરલ થયો છે. ભારે વરસાદ વચ્ચે પોલીસે માનવતા નું ઉતમ ઉદાહરણ દર્શાવી સોસાયટીઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોલીસના વખાણ પણ કરી રહ્યાં છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડિયો એ જાણીતા બિઝનેસ મેન આનંદ મહિન્દ્રા એ પણ શેર કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *