કોરોના વાયરસનું સંક્રમણ અત્યારે પણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. દરરોજ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં અત્યારે 66303 એક્ટિવ કેસ છે અને 48533 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 3583 લોકોનાં કોરોના વાયરસનાં કારણે મોત થયા છે. જો કે લૉકડાઉનમાં મળેલી છૂટનાં કારણે કોરોનાનાં સંક્રમણમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસનાં દર્દીઓમાં જોવા મળતા લક્ષણને લઇને એક નિવેદન આપ્યું છે. આ નિવેદન દર્દીઓની ડિસ્ચાર્જ પોલીસી સાથે જોડાયેલું છે.
10 દિવસ લક્ષણો ના જોવા મળે તો દર્દીને ડિસ્ચાર્જ કરાશે
સ્વાસ્થ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ વિશે પ્રેસ કૉન્ફરન્સ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે જે દર્દીઓમાં કોરોના વાયરસનાં કોઈપણ લક્ષણ 10 દિવસ નથી જોવા મળતા તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. આવા દર્દીઓમાં જો આટલા લાંબા સમય સુધી કોઈ લક્ષણ નથી જોવા મળતા તો તે સંક્રમણને નથી ફેલાવતા. જો કે આમાં એ લોકો પણ સામેલ થઈ શકે છે જે સામાન્ય લક્ષણ જોવા મળતા જ કોવિડ-19 કેરમાં ભર્તી થઈ ગયા, પરંતુ તેમાં કોરોના વાયરસનું લક્ષણ નહોતુ.
શરીરનાં તાપમાન અને પલ્સ રેટનો ટ્રેક રખાશે
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસનાં જે દર્દીઓમાં સામાન્ય તેમજ હળવા લક્ષણ જોવા મળી રહ્યા છે અને તેમને યોગ્ય સમયે એડમિટ કરવામાં આવ્યા છે તો તેમની નિયમિત રીતે તપાસ કરવામાં આવશે. આમાં તેમના શરીરનું તાપમાન અને પલ્સ રેટનો ટ્રેક રાખવામાં આવશે. 10 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયામાં જો તેમને કોઈપણ લક્ષણ નથી જોવા મળતા જેનાથી કોરોના વાયરસ ફેલાવી શકે છે, ત્યારે એ સ્થિતિમાં તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.
7 દિવસ સુધી હૉમ આઇસોલેશનમાં રહેવાની સલાહ
જો કે આવા લોકોને 7 દિવસ સુધી હૉમ આઇસોલેશનમાં રહેવાની પણ સલાહ આપવામાં આવશે. આમાં એ લોકો પણ સામેલ છે જેમાં સામાન્ય લક્ષણ જોવા મળ્યા હતા અને કેટલાક લોકો કોરોના વાયરસથી સંક્રમિત પણ નહોતા. આવામાં સ્વાસ્થ્ય મંત્રાલયની સંશોધિત ડિસ્ચાર્જ નીતિ પ્રમાણે તેમને 10 દિવસની વિશેષ દેખરેખ બાદ લક્ષણ ના મળવાની સ્થિતમાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.