NATIONAL

હનુમાન દાદાની મૂર્તિ પર વીજળીનો થાંભલો પડતા થયો ચમત્કાર! તસવીર વાયરલ જાણો પુરી હકિકત…

જી હા હનુમાન દાદા અંગે કહેવાય છે કે તેઓ દરેક સંકટને દૂર કરી દે છે. આથી તો તેમનું નામ ‘સંકટ મોચન’ પણ છે. આ જે ઉપર તસવીર દેખાય રહી છે એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ટ્વિટર થી લઇ ફેસબુક પર આ તસવીર લોકો શેર કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે અમસ્તા જ બજરંગબલીજી ને સંકટ મોચન કહ્યા નથી.

આ તસવીરમાં તમે જોઇ શકો છો કે એક વીજળીનો થાંભલો બજરંગબલીની મૂર્તિ ઉપર પડે છે. તે બજરંગબલીના હાથ પર જે પહાડ છે તેના પર પડે છે. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે આ તસવીર કયાંની છે પરંતુ લોકોની બજરંગબલી સાથે જોડાયેલી આસ્થા આ તસવીર બાદ વધુ મજબૂત થતી દેખાય રહી છે.

લોકોએ આ ફોટો પર પોતાના મંતવ્યો લખ્યા. આમનું કહેવું છે કે બદ્રીનાથ અને કેદારનાથ યાત્રા દરમ્યાન રસ્તામાં હનુમાનજીના કેટલાંય મંદિર આવે છે જે ભકતોને હિંમત આપે છે.

આપની જાણકારી માટે જણાવી દઇએ કે આ ફોટો પર મોટાભાગના લોકોએ જય શ્રી રામ લખ્યું. જો કે કેટલાંય લોકોએ એમ પણ પૂછયું કે આ તસવીર કયાંની છે પરંતુ હજુ સુધી તેનો કોઇ જવાબ મળ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *