NATIONAL

ગુજરાત માં આજે છૂટછાટ ની વચ્ચે આજે કોરોના ના કેસમાં થયો મોટો ધડાકો. કેસ જાણીને તમે પણ ચોંકી જશો.

અમદાવાદ. રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં 395 નવા કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીના મોત થયા છે અને 239 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, આ સાથે જ રાજ્યમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા છે. નવા 25 મૃત્યુમાં 9 દર્દીના માત્ર કોરોનાથી જ્યારે 16 દર્દીના મોત કોરોનાની સાથે અન્ય બિમારી હોવાના કારણે થયા છે.
12141 પોઝિટિવ કેસમાંથી 49 વેન્ટિલેટર પર છે જ્યારે 6330 દર્દી સ્ટેબલ
રાજ્યમાં નવા નોંધાયેલા 395 કેસમાં અમદાવાદમાં 262, સુરતમાં 29, કચ્છમાં 21, વડોદરામાં 18, ગાંધીનગરમાં 10, જામનગર અને સાબરકાંઠામાં 7-7, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 5-5, ખેડા, પાટણ અને ભરૂચમાં 4-4, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં 3-3, ભાવનગર અને રાજકોટમાં 2-2 તથા અરવલ્લી, છોટાઉદેપુર અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 154674 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 12141 પોઝટિવ અને 142533 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. 12141 પોઝિટિવ કેસમાંથી 49 વેન્ટિલેટર પર છે જ્યારે 6330 દર્દી સ્ટેબલ છે.

19 મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
બુધવારથી રાજ્યમાં એસટીની બસ સેવા શરૂ, 4 ઝોનમાં દોડશે બસ
એસટી નિગમ દ્વારા રાજ્યમાં બુધવારથી એસટીની બસ સેવા શરૂ કરવામાં આવશે. બસ સેવાની ચાર ઝોનમાં વહેચણી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોન છે. હાલના સમયે એક ઝોનમાંથી બીજા ઝોનમાં એસટી બસ જશે નહીં. મોટી બસમાં 30 અને નાની બસમાં 18 પ્રવાસી બેસી શકશે. મુસાફરો બસમાંથી પાનની પીચકારી મારી શકશે નહી. ટિકિટ ઓનલાઇન લેવાની રહેશે. બસ સ્ટેન્ડમાં થર્મલ સ્ક્રિનિંગ થશે અને માસ્ક પહેરેલા પ્રવાસીને જ બસમાં બેસવા દેવાશે.
સરકારની નવી ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કાર્યવાહીઃ રાજ્ય પોલીસ વડા
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, લોકો સ્વેચ્છાએ આ નિયમો અને ગાઇડલાઇનું પાલન કરે તેવી અપીલ છે. નવી ગાઈડલાઈન પ્રમાણે લોકડાઉનમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ તમામ લોકો આપેલી છૂટનો ઉપયોગ કરતી વખતે સંક્રમણથી બચવાની તકેદારી રાખે તે જરૂરી છે. નવી ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા જણાવી દેવાયું છે. આ ગાઈડલાઇનનું કે સ્થાનિક તંત્ર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનું ધ્યાને આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી તમામ પ્રકારની સેવા બંદ રાખવાની રહે છે. જે વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યાં મોલ્સ, સ્વિમિંગ પૂલ, જીમ અને ધાર્મિક મેળાવડા યોજવા મનાઇ છે, જો તેનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કન્ટેઇનમેન્ટ ઝોનમાં પહેલાની જેમ જ લોકડાઉનનનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે.
રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથીઃ નાયબ મુખ્યમંત્રી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કોરોનાના દર્દીઓની ઝડપથી સારવાર આપી શકાય તે હેતુથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલના નવા બિલ્ડીંગની મુલાકાત લઈને તેનું નીરીક્ષણ કર્યુ હતું. આ દરમિયાન તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ હતાં. આ મુલાકાત બાદ નીતિન પટેલે જણાવ્યું કન્ટેનમેન્ટ ઝોન સિવાય, રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી.

ઉદ્યોગ-ધંધા સંચાલકોએ સાંજના 6 વાગ્યા સુધીમાં શિફ્ટ પુરી કરવીઃ મુખ્યમંત્રીના સચિવ
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે રાજ્યમાં લોકડાઉન 4.0ની વિવિધ વિગતો આપતા જણાવ્યું કે, અમદાવાદમાં નાયબ મામલતદાર દિનેશ રાવલનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. તેમના મૃત્યુ પર મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.25 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. હેર સલૂન, બ્યૂટી પાર્લર અને સ્પા સંચાલકો ફોન પર જ એપાઈન્ટમેન્ટ આપે તે જરૂરી છે. તેમજ પાન કે ચાની દુકાને પણ એક સાથે લોકોની ભીડ થવી જોઈએ નહીં. જો આપણે સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન થશે તો જે છૂટછાટ આપવામાં આવી છે તેમાં આપણે વધુ આગળ વધી શકીશું. જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થાય તો દુકાનો બંધ કરાવવામાં આવશે. જો દરરોજ ભીડના દ્રશ્યો જોવા મળશે તો છૂટછાટ પાછી ખેંચાઈ શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું એમ કોરોના આપણી વચ્ચે જ છે. ક્યાંય ગયો નથી. તેમજ દવાની દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે. આ સિવાય બીજા કોઈને મુક્તિ આપવામાં આવી નથી. જે ઉદ્યોગ-ધંધા ચાલુ કરવાની છૂટ આપી છે તેમણે સાંજના 6 વાગ્યા સુધીમાં શિફ્ટ પુરી કરવી પડશે. જેથી સાંજના 7 વાગ્યાથી લાગુ કર્ફ્યુંનો ભંગ થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *