GUJARAT

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત !! જાણો વિગતે..

કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે.

યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષીક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. વિગતવાર ગાઈડલાઈન હવે બહાર પાડવામાં આવશે.

તેમજ ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોના હિતમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીને રજૂઆત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કપાસનું વાવેતર થતું હોય છે ત્યારે ખેડૂતોનો ઉત્પાદિત માલ સત્વરે વેચાય તો લોકડાઉનની આ પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ શકાય એ માટે આ રજૂઆત કરવામાં આવી છે.

રાજ્યમાં કાર્યરત સીસીઆઇના કેન્દ્રો દ્વારા આ ખરીદીની પ્રક્રિયા સત્વરે ગોઠવાય તે માટે પણ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે.રાજ્યના ખેડૂતોને લોકડાઉનની સ્થિતિમાં પણ તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત ચિંતા કરીને સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે જેના ભાગરૂપે 15 એપ્રિલથી અત્યાર સુધીમાં રાજયમાં ગુજકોમાસોલ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. અને સીસીઆઇના મારફતે કપાસની ખૂબ જ મોટા પ્રમાણમાં રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

જેમાં ખેડૂતો પાસેથી 27 એપ્રિલથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા કુલ 26.42 કરોડરુ પિયાના 13,722 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.

જ્યારે 1 મે થી અત્યાર સુધીમાં આશરે 20 કરોડ રુપિયાથી વધુ કિંમતની 3383 મે.ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. ગુજકોમાસોલ દ્વારા તા. 1 મે થી અત્યાર સુધીમાં 119 કરોડ રુપિયાના કિંમતના 24,370 મે.ટન ચણાની ખરીદી કરવામાં આવી છે. જ્યારે 17 કરોડ રુપિયાની કિંમતના 3757 મે.ટન રાયડાની પણ ખરીદી કરીને ખેડૂતોનો પોષણક્ષમ ભાવ આપ્યો છે.

આવી મસાલેદાર ન્યૂઝ વાંચવા માટે અત્યારેજ અમારા પેજ ને ફોલ્લોવ કરો.
https://www.facebook.com/indiarealnews03

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *