નવી દિલ્હી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ રૂપે રવિવારે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે મજૂરોની ઘર વાપસીના મુદ્દે વિપક્ષને નિશાન પર લીધું હતું. તેમણે કહ્યું કે વિપક્ષે સ્થળાંતર મુદ્દે રાજકારણ કરવાને બદલે સાથે મળીને કામ કરવું જોઈએ. હું સોનિયા ગાંધીને હાથ જોડીને અપીલ કરું છું કે આ મુદ્દે રાજકારણ ન કરે.
નાણામંત્રીએ કહ્યું કે, અમે પ્રવાસીઓને ટ્રેનમાં બેસાડીને, તેમના ખાવાની વ્યવસ્થા કરીને ઘર પહોંચાડી રહ્યા છીએ. જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે અથવા તેમના સહયોગીઓની સરકાર છે ત્યાં તેઓ ટ્રેન મંગાવીને, આટલી સુવિધા આપીને વધુ પ્રવાસીઓને ઘરે મોકલે. આ દરમિયાન તેમણે મજૂરોની ઘર વાપસીના મુદ્દા પર વાત કરતા બે હાથ જોડી વિપક્ષને સાથે કામ કરવા અપીલ કરી છે.
રાહુલનું નામ લીધા વગર કહ્યું- શું તેઓ ડ્રામેબાઝ નથી?
નાણામંત્રીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “જ્યારે સ્થળાંતર કરનારા પગપાળા ચાલે છે, ત્યારે તેમના બાળકો સાથે વાત કરવાને બદલે તેમના બાળકો અથવા તેમની સૂટકેસો ઉપાડીને ચાલવું વધુ સારું રહેશે. હું આ દુખ સાથે કહું છું, જ્યારે હું આરામથી પણ કહી શકું છું. કોંગ્રેસ પોતાની સરકારોવાળા રાજ્યોમાં કેમ નથી કહેતું કે વધુ ટ્રેનો મંગાવો? હું કોંગ્રેસના જ શબ્દોમાં કહીશ કે, કોંગ્રેસ દરરોજ ડ્રામેબાઝી કરી રહ્યું છે. ગઈકાલે પ્રવાસીઓ સાથે રસ્તા પર બેસીને વાત કરવાની જે ઘટના બની, શું આવું કરવાનો સમય છે? શું તેઓ ડ્રામેબાઝ નથી?” કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શનિવારે સુખદેવ વિહાર નજીકના પરપ્રાંતિય મજૂરોને મળવા દિલ્હી આવ્યા હતા.
હું સોનિયા ગાંધીને પ્રવાસીના મુદ્દે જવાબદાર નિવેદન આપવા કહું છું ‘
નિર્મલા સીતારામને કહ્યું, “હું વિરોધીઓને નમ્રતા સાથે કહેવા માંગુ છું કે પરપ્રાંતિના મુદ્દે આપણે સાથે મળીને કામ કરવું પડશે. દેશભરના લોકો દુખની વાત કરી રહ્યા છે કે પ્રવાસીઓ સાથે શું થયું છે.” જ્યારે આપણે આટલા રાજ્યો સાથે મળીને પગલા લઈ રહ્યા છીએ, તો પછી આ કઈ રીત છે. તે બતાવી રહ્યા છે કે જાણે તેમના રાજ્યોમાં પ્રવાસીઓને બધી સુવિધા મળી રહે છે અને બીજે મળતી નથી. હું હાથ જોડીને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને જવાબદારીપૂર્વક પ્રવાસીઓના મુદ્દે નિવેદન આપવા, આ બાબતે જવાબદારીપૂર્વક કાર્યવાહી કરવા કહું છે. આઈ એમ સોરી. ”
રાહુલ શનિવારે પ્રવાસી મજૂરોને મળ્યા હતા
રાહુલ ગાંધી શનિવારે દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાઈઓવર નજીક પ્રવાસી મજૂરોને મળ્યા હતા. પોતાના ઘરે જઈ રહેલા દેવેન્દ્રએ કહ્યું કે રાહુલે લગભગ 30 મિનિટ સુધી મજૂરોના હાલ જાણ્યા હતા. માસ્ક, ખાવાનું અને પાણી આપ્યું. તેમણે કાર્યકરો સાથે વાત કરીને ગાડીઓ મંગાવી અને કહ્યું, આનાથી તમને બધાને ઘરે પહોંચાડવામાં આવશે.