Crime

ખેતરમાં શેરડી ખાવી ભારે પડ્યું 10 વર્ષના માસૂમ બાળકને, થયું કંઈક એવું કે…

હરિયાણાના ફતેહાબાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ 10 વર્ષિય માસૂમ બાળકના બંને હાથ બાંધીને લાકડી વડે માર મારતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.

હરિયાણાના ફતેહાબાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ 10 વર્ષિય માસૂમ બાળકના બંને હાથ બાંધીને લાકડી વડે માર મારતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકનો દોષ એટલો હતો કે તે શેરડીનાં ખેતરમાં ગયો અને શેરડી તોડી. જેના કારણે તેને આ સજા આપવામાં આવી હતી. પોલીસના ધ્યાનમાં આવતા વાયરલ થયેલો વીડિયો સામે આવ્યો છે. પરંતુ આ ઘટનાથી બાળકનો પરિવાર સ્તબ્ધ છે.

વીડિયો જોયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આ કેસમાં તોહાણા પોલીસ મથકના એસએચઓ ઇન્સ્પેક્ટર જયભાગવને જણાવ્યું હતું કે, એક વ્યક્તિ દ્વારા બાળકને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. તેની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 10 ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યેની છે. વીડિયોમાં, બાળક વારંવાર કહેતા જોવા મળે છે કે તે શેરડી તોડતો નથી અને ખેતરમાં નથી જતો. આ કેસ ટોહાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કુલાન શહેર સાથે સંબંધિત છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વ્યક્તિ બાળકને નિર્દયતાથી માર મારતી હોય છે. બાળકની રડતી હાલત ખરાબ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *