યુજીસી ગાઈડલાઈન પ્રમાણે, યુજીની ટર્મિનલ ફાઈનલ સેમિસ્ટર વર્ષ અને અન્ય પરીક્ષાઓ પણ 25 જૂન 2020 થી શરૂ થશે. PGની પ્રથમ વર્ષ અને ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષાઓ પણ આગામી 25 જૂનથી યોજવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે. આ વાતની હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જણાવ્યું હતુ. આ પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે અને જરૂર જણાયે મલ્ટીપલ શિફ્ટમાં રાખી શકાશે તથા પરીક્ષાઓ તાલુકા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
યુનિવર્સિટીઓની પરીક્ષા અંગે નિર્ણય કરાયો
યુજીસીની ગાઈડલાઈન અનુસાર લેવાયો નિર્ણય
ગુજરાત યુનિવર્સીટીની પરીક્ષાઓ 25 જુનથી શરૂ થશે
સેમેસ્ટર 6 અને અન્ય પરીક્ષાઓ 25 જુનથી
PG સેમેસ્ટર 1 થી 4 ની પરીક્ષાઓ 25 જુનથી શરૂ થશે
સેમેસ્ટર 3, 5, અને 7નું શૈક્ષણિક કાર્ય 21 જૂનથી ઓનલાઈન
સેમેસ્ટર 1 નું શિક્ષણ કાર્ય 1 ઓગષ્ટથી શરૂ
પરીક્ષાનો સમય ઘટાડવામાં આવ્યો
પરીક્ષાનું પેપર 3 કલાકના બદલે 2 કલાકનું રહેશે
ACPC સિવાયના એડમિશન તારીખ 15 જૂનથી શરૂ થશે
50 ટકા ગુણ અગાઉના સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે
વધુમાં શિક્ષણમંત્રી ચુડાસમાએ તેમ પણ જણાવ્યુ કે, જો કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર 2,4,6 ના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50 ટકા ગુણ અગાઉના સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે.
જેને મેરીટ લીસ્ટ તરીકે ઓળખવામાં આવશે. જો અગાઉના સેમેસ્ટરના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે સો ટકા મૂલ્યાંકન કરવાનું રહેશે.
વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે
જો વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા ઈચ્છે તો, તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે. સાથે જ કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ 2019-20 માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે તથા આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોEducation-to-take-to-educationજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે.
પરિસ્થિતિ અનુકુળ થાય ત્યારે જ ફિઝિકલ ક્લાસ ચલાવાશે
ACPC સિવાયની એડમિશન તારીખ 15 જૂન 2020થી શરૂ થશે. પ્રવેશ માટે ઉપલબ્ધ સીટમાંથી ૯૦ ટકા સીટ માટે એડમિશન હાલમાં આપવામાં આવશે. બાકીના ૧૦ ટકા એડમિશન CBSC અને બાકીના બોર્ડના પરિણામ જાહેર થતા ઓગષ્ટ 2020 માં કરવામાં આવશે .વિજ્ઞાન પ્રવાહના કોર્સના પ્રવેશ ફોર્મ તારીખ 26 મે 2020થી ઓનલાઈન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, સેમેસ્ટર 3,5, અને 7નું શૈક્ષણિક કાર્ય 21 જૂન 2019 થી શરૂઆતમાં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. જોકે, કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે, અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે.
પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે
સેમેસ્ટર-1ની શરૂઆત 1 ઓગષ્ટ 2020 થી શરૂ કરવામાં આવશે. ACPC કોર્સ માં લેવામાં આવેલ અભ્યાસક્રમો માટે 30 જુલાઈ 2020 ના રોજ ગુજસેટ લેવામાં આવશે. તેને ધ્યાને લઇ પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે. કોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને લગતી વિદ્યાર્થીઓની મૂંઝવણ કે તેમના પ્રશ્નો માટે યુનિવર્સિટીએ અલાયદા સેલની રચના કરવાની રહેશે .શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, પરીક્ષા દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગેની પૂરતી કાળજી લેવાની રહેશે.
ગુજરાત થયું 14 હજારને પાર, અમદાવાદમાં મોતનો આંક 700 નજીક
બુટલેગરો સાથે મળી દારૂનો ધંધો કરનાર કડી પોલીસના ગળે હવે ગાળિયો બરાબર કસાયો, ડીજીપીએ લીધો આ નિર્ણય
ઈદનો ચાંદ દેખાયો,આવતી કાલે ભારતભરમાં ઉજવાશે ઈદ-ઉલ-ફિત્ર
કોરોનાનો આતંકઃ રાજ્યમાં નવા 394 પોઝિટિવ કેસ અને વધુ 29 દર્દીના મોત, અમદાવાદ 10 હજારને પાર
કોરોના સંકટ વચ્ચે ભીષણ ગરમીનો કહેર, આ 5 રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી