NATIONAL

ડોક્ટરોની સલાહ- કોરોનાવાઈરસની વધારે ચિંતા કરતા લોકો ને થઈ શકે છે આવી બીમારીઓ…. જાણો જલ્દી ..

કોરોનાવાઈરસની મહામારીને કારણે લોકોમાં ગભરાટ અને ભય વધી ગયો છે. આવી સ્થિતિમાં, જો તણાવ લાંબા સમય સુધી રહે છે, તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાઈરસની સામે લડવા અથવા તેનાથી બચવા માટે હજી સુધી કોઈ વેક્સિન કે દવા બનાવવામાં નથી આવી. આવી સ્થિતિમાં આપણે આપણી જાતને ખાતરી આપવા માટે સતત ટોઈલેટ પેપર ખરીદીએ છીએ. આપણે જે મુશ્કેલી અનુભવીએ છીએ તેના વિશે ચિંતા કરવામાં કંઈ ખોટું નથી. ખાસ કરીને ત્યારે જ્યારે આ તણાવ આપણને સોશિયલ ડિસ્ટન્સિંગ, શારીરિક સંપર્ક, હાથ ધોવા જેવી બાબતોથી સાવચેત રાખે છે.

ડોક્ટરો સલાહ આપી રહ્યા છે કે એક હદ સુધી ચિંતા કરવાથી તમે વાઈરસથી બચવા માટે પ્રેરિત થાઓ છો. પરંતુ તે વિશે સતત વાંચતા રહેવાથી અને કોવિડ-19ના ખરાબ સમાચાર પર ધ્યાન આપવાથી શરીરિક અને માનસિક રીતે ખરાબ અસર પડે છે. ચિંતા અને ગભરાટ હાર્ટ ડિસીઝ, પાચન, કમજોર ઈમ્યુન સિસ્ટમનું જોખમ વધારે છે.

નિષ્ણાતોનું કહેવું છે- ભયજનક માહિતી વધી રહી છે

હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડેવિડ રોપીકના જણાવ્યા પ્રમાણે, આ પહેલાં માનવોના આધુનિક ઇતિહાસમાં આવું ક્યારેય પણ નથી થયું, કે જ્યારે દરેક વ્યક્તિ એક જ સમયમાં એક જ વસ્તુ વિશે ચિંતા કરતી હોય. આવું કોઈ જોખમ નથી આવ્યું, જે 780 કરોડ લોકોની દુનિયામાં આટલો ઝડપથી ફેલાયો હોય.
ડિવેડ રોપીકના જણાવ્યા પ્રમાણે, આપણે ડરામણી માહિતીઓથી ઘેરાયેલા છીએ, જેનાથી આપણો સ્વભાવ બદલાઈ ગયો છે.આપણું મગજ કોરોનાવાઈરસ પર વધુ ધ્યાન આપી રહ્યું છે અને તે હકીકતને પડકાર આપે છે કે મોટાભાગના લોકો ઓછા જોખમમાં છે. જે જોખમને આપણે પસંદ કરીએ છીએ તે આપણા પર લાદવામાં આવેલા જોખમ કરતાં ઓછું લાગે છે. કોવિડ-19ના તણાવ ખૂબ ગંભીર છે. પરંતુ જો આગળ પણ આવી જ પરિસ્થિતિ રહેશે, તો તેની અસર વિશ્વના સ્વાસ્થ્ય પર પડશે.
નિષ્ણાતોએ સમજાવ્યું- કોરોનાનું જોખમ કેવી રીતે વધી રહ્યું છે

અમેરિકાની ઓરેગન યુનિવર્સિટીમાં સાઈકોલોજીના પ્રોફેસર અને ડિસીઝન રિસર્ટના પ્રેસિડન્ટ પોલ સ્લોવિક જણાવે છે કે, કોઈ પણ નવા વિસ્તારમાં સંક્રમણ થોડા સમય માટે વધી શકે છે અને અચાનક વિસ્ફોટ કરીને લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે. ત્યારે તમે આ જોખમ પર જલ્દી એક્શન ન લેવા પર દુઃખ વ્યક્ત કરો છો.
ડોક્ટર સ્લોવિકે હોવર્ડ સી કોનરાઈથર સાથે લખેલા આર્ટિકલમાં આ તેના પ્રકોપ વિશે જણાવ્યું છે. તેમણે લખ્યું કે, જો એક લીલું વૃક્ષ તળાવમાં દરરોજ ડબલ થાય છે તો 40 દિવસ બાદ માત્ર 1/256 ભાગ જ કવર કરી શકશે. પરંતુ 47 દિવસ બાદ અડધું તળાવ કવર થઈ જશે અને એક દિવસ આખું વૃક્ષ તળાવમાં ફેલાઈ જશે.
ડોક્ટર સ્લોવિકના જણાવ્યા પ્રમાણે, ચીનમાં કોવિડ-19ના વધતા પ્રકોપને ન સમજવાને કારણે તે વધારે ફેલાયો હતો. પહેલા 67 દિવસમાં, વિશ્વમાં કોરોનાના એક લાખ કેસ હતા, આગામી 11 દિવસમાં ફરીથી એક લાખ અને ચાર દિવસ બાદ ફરીથી એક લાખ કેસ સામે આવ્યા.
ડોક્ટર સ્લોવિક અને કનરાઈથરે કોરોના સંક્રમણ ફેલાવાને ક્લાઈમેન્ટ ચેન્જની સાથે જોડી દીધો છે, જે દાયકાઓથી ખરાબ થઈ રહ્યું છે.
વાઈરસ વિશે ઓછી ચર્ચા કરો, બીજાં કામોમાં વધારે સમય આપો

ન્યૂઝ ઓછા જોવા- એક્સપર્ટ પોતાના દર્દીઓને ન્યૂઝ જોવા અને કોવિડ 19 વિશે ચર્ચા ઓછી કરવાની સલાહ આપી રહ્યા છે. તેમણે દર્દીઓને કહ્યું છે કે સમાચારને દિવસમાં માત્ર એક કલાક સુધી જુઓ અને અન્ય સમય તમને ખુશી મળતી હોય તે કામમાં પસાર કરો.
બીજા માટે કંઇક સારું કરો- તમારી અંદર સકારાત્મક લાગણી વધારવા માટે પડોશીઓ, સાથી કર્મચારીઓ માટે કંઈક સારું કરો. જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. તમે ડોનેશનની પણ મદદ લઈ શકો છો.
જૂનાં કામકાજ પૂરા કરો- લાંબા સમય સુધી અટવાયેલાં કામોને પૂર્ણ કરવાનો વિચાર કરો. તમે ઘરની સફાઈ, બુકશેલ્ફમાં પુસ્તકો પસંદ કરવા અને જૂનાં કપડાંનો ઉપયોગ કરવા જેવાં કામ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *