SURAT

કોરોનાનાં આવા કપરા સમયમાં ગુજરાતીઓએ શોધ્યા અનોખા નુસકો, લઈને આવ્યા આવુ….

હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોમાં કોરોનાનો ડર ફેલાયો છે. તેવામાં કાંઈક અવનવું કરતાં ગુજરાતીઓ કોરોનાનાં કપરાં કાળમાં પણ કાંઈક નવીન લઈને આવ્યા છે. હાલ કોરોના મહામારીને લઈ રાજ્યમાં કોરોના ખાખરા, કોરોના કેક અને કોરોના ધૂપ સહિતની વસ્તુઓ માર્કેટમાં ઉતરી આવી છે. જે ગુજરાતીઓની ગજબની કોઠાસુઝની ચાડી ખાઈ છે. અને ખરેખર આ લોકોએ આપત્તિને અવસરમાં ફેરવી નાખી છે. અને કોઈપણ સંકટમાં કેવો નવીન બિઝનેસ ખોલી શકાય તેના યુનિક આઈડિયા આપ્યા છે.

 

સુરતમાં સ્તુતિ ફૂડના માલિક યોગેશ પટેલ કોરોનાની મહામારી સામે યુનિક ખાખરા લઈને આવ્યા છે. તેઓએ માર્કેટમાં કોરોના ખાખરા લોન્ચ કર્યાં છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે. ઈમ્યુનિટી બૂસ્ટરના નામથી આ ખાખરા માર્કેટમાં વેચાઈ રહ્યા છે. હાલ યોગેશ પટેલ સર્ટિફિકેટ માટેની પ્રક્રિયા કરી રહ્યા છે. જે બાદમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. હાલ તેઓએ આ ખાખરા પોતાના ફ્રેન્ડ અને ડોક્ટર્સને આપ્યા છે. અને તેઓને આ ખાખરા ખુબ પસંદ આવ્યા છે.

 

અમદાવાદના ગુંજન પરમાર દ્વારા કોરોના માટેની સ્પેશિયલ કેક બનાવવામાં આવી છે. તેઓએ માર્કેટમાં કોરોના સામે ઈમ્યુનિટી કેક બહાર પાડી છે. તેઓ જણાવે છે કે આ કેક જો સવારના બ્રેકફાસ્ટમાં દૂધ અથવા ચા જોડે લેવામાં આવે તો તમે દિવસભર એનર્જેટિક (સ્ફૂર્તિલા) રહેશો. તો રાજકોટના ડોક્ટર નિલેશ નિમાવત કે જેઓ છેલ્લા 20 વર્ષથી સર્જન છે તેઓએ બે ડઝનથી પણ વધારે આયુર્વેદિક ઔષધિઓ અને છોડમાંથી એક પાવડર તૈયાર કર્યો છે. અને તેના ગાયના છાણ પર નાખીને ધૂપ બનાવવામાં આવ્યું છે. આ ધૂપ શ્વસનતંત્રને વધારે મજબૂત બનાવે છે. જો કે હજુ આ ધૂપ બજારમાં વેચાણ માટે મૂકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *