AHMADABAD GUJARAT NATIONAL

કોરોનાને રોકવા આ રાજ્ય ના સરકારે લીધો અનોખો નિર્ણય… જાણો વિગત

કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા એ લોકડાઉનની ગાઈડલાઈન જાહેર કરતા કહ્યું કે અમે 31 મે સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તામિલનાડુના લોકોને પ્રવેશ નહી આપવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકમાં રાજ્ય પરિવહન નિગમની બસો અને પ્રાઈવેટ બસો દોડાવવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કડક લોકડાઉન પગલાં લેવાશે. અન્ય વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે. દર રવિવારે રાજ્યભરમાં ફૂલ લોકડાઉન રહેશે. હોમ ક્વોરેન્ટાઈન કડક બનાવવામાં આવશે.
મુખ્યમંત્રી યેદીરુપ્પા એ વધુમાં જણાવ્યું કે, તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે, રાજ્યની અંદર દોડતી તમામ ટ્રેનોને મંજૂરી આપવામાં આવશે.

મહત્વનું છે કે, ત્રીજા તબક્કાના લોકડાઉનની અવધિ 17 મે એટલે કે રવિવારે દેશમાં સમાપ્ત થઈ છે. જ્યારે ચોથા તબક્કાની શરૂઆત સોમવારથી થઈ છે. ચોથા તબક્કાની કામગીરી 31 મે સુધી લાગુ કરવામાં આવી છે. પરંતુ આ સમય દરમિયાન લોકોને ઘણી છૂટછાટ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા પોતાના સંબોધનમાં આગાહી કરી હતી કે લોકડાઉનનો ચોથો તબક્કો ખૂબ જ અલગ હશે. જો કે સરકારે ત્રીજા તબક્કામાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી, પરંતુ આ સમય દરમિયાન લોકોને સામાજિક અંતર અને અન્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. એવી અપેક્ષા છે કે ચોથા તબક્કામાં પણ લોકોને કેટલીક માર્ગદર્શિકા સાથે છૂટ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *